સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં અજીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ચોરે કરિયાણાની દુકાનમાં રોકડની રૂપિયાની ચોરી કરી. બે લૂંટારું ચોર પાસેથી જ ચોરી કરેલ રકમ લૂંટીને ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ પ્રતાપ નગરમાં રહેતા નૂર મોહમ્મદ જાન મોહમ્મદ શેખ લિંબાયત સુગરા નગર ખાતે કરિયાણાની દુકાન ધરાવે છે. તેઓની દુકાનમાં મોડી રાત્રે કોઈ અજાણ્યા ચોરી ઈસમ દુકાનનું શટલ ઊંચું કરી પ્રવેશ્યો હતો. દુકાનના ડ્રોપમાં રાખેલ 70 હજાર રૂપિયા રોકડની ચોરી કરી હતી. માન ચોર ચોરી કરી શટલ માંથી પરત નીકળવાનો પ્રયાસ કર્યો. અજાણ્યા બે લુટેરાઓએ ચોરને ચપ્પુ બતાવી ચોટીના 70 હજાર રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા. સવારે કરિયાણાનો દુકાન ચાલક દુકાન ખોલવા આવ્યો ચોરીની જાણ થઈ હતી. બીજી બાજુ ઘટના ચોરીની ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસી સીસીટીવીના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે.


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!


દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં દેખાઈ આવે છે કે એક ચોર ઈસમ પોતાના પહેરેલા ટીશર્ટને મોઢા પર ઢાંકી દુકાનમાં પ્રવેશે છે. દુકાનના કાઉન્ટરનામા રાખેલા રોકડ 70 હજાર રૂપિયા જેટલી રકમ ગલ્લામાંથી કાઢી પોતાના ખીસામાં મૂકે છે. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ચોર શટલમાંથી પરત બહાર નીકળે છે, ત્યારે અજાણ્યા બે ચોરી ઈસમો દોડીને આવે છે. ચોરના ખીસામાંથી રોકડ રકમ કોઈ ઘાતક હથિયાર બતાવી લૂંટીને ફરાર થઈ જાય છે. સમગ્ર મામલે કરિયાણાના દુકાન માલિકે લિંબાયત પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના દોડી આવી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.


સીસીટીવીમાં દેખાતા કરિયાણાની દુકાનની અંદર ચોરીની ઘટનાને અંજામ આપનાર સોહેલ શાહ નામના ઇસમની ધરપકડ કરી છે. સાથે જ ચોરીની ઘટનાને અંજામ આપી ચોર પાસે જ ચોરી કરનાર બે પૈકી મોહમ્મદ અન્સારી નામના ઈસમની પોલીસે ધરપકડ કરી છે. અન્ય નયન નામના ઇસમની પોલીસે શોધખોળ હારી છે. આ ત્રણેય આરોપીઓ લિંબાયત મીઠી ખાડી એક જ વિસ્તારના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે


કરિયાણાની દુકાનના માલિક નૂર મોહમ્મદ જાન મોહમ્મદ શેખે જણાવ્યું હતું કે બેંકમાં ભરવાના 70 રૂપિયા મેં દુકાનના ડ્રોપમાં રાખ્યા હતા કોઈ અજાણ્યા ચોરી દુકાનનું શટલ ઊંચું કરી દુકાનમાં પ્રવેશી ચોરી કરીને ફરાર થઈ ગયા છે. એક ચોર દુકાનમાં હતો અને બે ચોર બહાર હતા સમગ્ર મામલે લિંબાયત પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.