લીમખેડાના આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો, તમામ નોર્મલ
જિલ્લાના લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. સરકારી તબીબ દ્વારા જ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. હાલ ત્રણેય બાળકો અને માતા સંપુર્ણ સ્વસ્થ છે. આ બાળકોમાં એક પુત્રી અને બે પુત્રોનો સમાવેશ થાય છે. હાલ તો એક સાથે ત્રણ બાળકોના જન્મના કારણે તબીબી આલમમાં આશ્ચર્ય છે જ્યારે પરિવારમાં ખુશીનો માહોલ છે.
દાહોદ : જિલ્લાના લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. સરકારી તબીબ દ્વારા જ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. હાલ ત્રણેય બાળકો અને માતા સંપુર્ણ સ્વસ્થ છે. આ બાળકોમાં એક પુત્રી અને બે પુત્રોનો સમાવેશ થાય છે. હાલ તો એક સાથે ત્રણ બાળકોના જન્મના કારણે તબીબી આલમમાં આશ્ચર્ય છે જ્યારે પરિવારમાં ખુશીનો માહોલ છે.
હવે લૂંટના કામમાં પણ આઉટ સોર્સિંગ? ઓર્ડર પર લૂંટ પણ કરી આપવામાં આવે છે!
ખુબ જ જટીલ પ્રકારના કેસને આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે સરળતાથી પાર પાડ્યો...
લીમખેડા તાલુકાના મોટા હાથી ધરા ગામના લલિતાબેન ડામોર સગર્ભા હતા અને તેમને પ્રસવ પીડા ઉમટી હતી. જેથી તેમને લીમખેડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા. જ્યાં આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્વારા નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જો કે લલિતા બેનને એક સાથે ત્રણ બાળકોને જન્મ થયો હતો. તેમણે એક પુત્રી અને બે પુત્રોને જન્મ આપ્યો હતો. નોર્મલ ડિલિવરી થયા બાદ બાળકો પણ સ્વસ્થય હતા. જો કે ત્રણેય બાળકોના વજન 2 કિલોની આસપાસ રહ્યા હતા. જેથી બાળકોને જનરલ ચેકઅપ માટે હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. માતાની તબિયત સ્વસ્થ છે.
લલિતા બહેનને અગાઉના 4 અને બીજા 3 સહિત કુલ 7 બાળકો થયા...
લલિતાબહેનને અગાઉથી જ 4 બાળકો છે તેમાં વધારે ત્રણનો ઉમેરો થતા હવે કુલ 7 બાળકો થયા છે. હવે પરિવારમાં ત્રણ પુત્રો અને ચાર પુત્રોઓ છે. સરકારી દવાખાનાએ જટિલ ગણાય તે પ્રકારની પ્રસુતી ખુબ જ સારી રીતે અને નોર્મલ ડિલિવરી કરાવવામાં સફળ રહ્યા હતા. જો કે 7 બાળકોના પિતા તેવા નરેશ ભાઇ ડામોર પોતે કડિયાકામ કરે છે. લલિતા બેન પોતે પણ મજુરી કામ કરે છે. નરેશ ભાઇ પોતે પણ પાંચ બહેનો વચ્ચે એકના એક ભાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube