અતુલ તિવારી/અમદાવાદ : શહેરનાં બજારોમાં આ વર્ષે કોરોનાને કારણે આવેલી મંદીની અસર જોવા મળે તેવી ભીતી વેપારીઓ સેવી રહ્યા હતા. તેવો માહોલ પણ થોડો જોવા મળી રહ્યો હતો. બજારોમાં પ્રતિવર્ષે દિવાળીમાં જોવા મળતી ઘરાકી કરતા આ વર્ષે પ્રમાણમાં ઓછી ઘરાકી હતી. જો કે છેલ્લી ઘડીએ અચાનક ધુમ ખરીદી જોવા મળી હતી. ઘરાકીમાં અચાનક ઉછાળો આવતા વેપારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના બજારોમાં શહેરીજનોએ છેલ્લી ઘડીએ મચાવી ધૂમ. છેલ્લી ઘડીએ ખરીદી માટે પડાપડી કરતા જોવા મળ્યા. દિવાળી પર્વ નિમિત્તે છેલ્લી ઘડીએ પણ બજારોમાં શહેરીજનોની ભીડ યથાવત રહી હતી. પરિવાર સાથે શહેરીજનો મોટા પ્રમાણમાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યાં હતા. 


શહેરીજનો નવા કપડાં, ઘર સુશોભનની ચીજવસ્તુઓ, અલગ અલગ એસેસરીઝની ખરીદી કરી રહ્યા છે. બજારોમાં ભીડ જોવા મળતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક સમયે બજારોમાં વેપારીઓ પોતાની વ્યથા સંભળાવતા હતા, પરંતુ બજારોમાં જોવા મળી રહેલી રોનકના કારણે વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. દિવાળીની આગલી સાંજે પણ બજારોમાં ભીડ યથાવત રહેતા વેપારીઓની દિવાળી સુધરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube