અમદાવાદ : યાત્રાધામ દ્વારકામાં પ્રકાશ પર્વ દિવાળીની આજથી શરૂઆત થઈ પરંતુ યાત્રિકો નહિવત પ્રમાણમાં જોવા મળ્યા હતા. પાર્કિંગ ખાલી ખમ અને હોટલ પર એડવાન્સ બુકીંગ માત્ર 25 ટકા જ થયું હોવાથી હોટલ ઉદ્યોગમાં અસર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના પગલે લોકો ઘરે રહીને અથવા પોતાના ગામ જઇને જ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચ: કબ્રસ્તાનમાં કાણુ પાડીને કરી રહ્યા હતા વિચિત્ર હરકત, ઝડપાયા તો સામે આવ્યું ચોંકાવનારૂ સત્ય


કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દરેક તહેવાર પર તેની અસર જોવા મળતી આવી છે.  સરકારની ગાઈડલાઈન મુજબ લોકો તકેદારી રાખી રહ્યા છે અને સાવચેત પર રહેતા હોય છે. જો કે પ્રકાશ પર્વ દિવાળીમાં લોકો દર વર્ષે દ્વારકાધીશના દર્શને હજારો યાત્રિકો આવે છે. પુણ્યનું ભાથું બાંધી જાય છે પરંતુ ચાલુ વર્ષે કોરોના કાળમાં દિવાળીના પર્વમાં યાત્રિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકો બહાર જવાનું ટાળતા હોઈ તેવી સ્થિતિ યાત્રાધામ દ્વારકામાં પણ દર વર્ષની તુલનાએ ખુબ જ ઓછા લોકો જોવા મળી રહ્યા છે. 


સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ દ્વારા સૌ પ્રથમ ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો


દ્વારકાના જગત મંદિર તરફ જતા માર્ગ પર આવેલ પાર્કિંગ ખાલી જ્યારે દ્વારકાની હોટલોમા માત્ર 25 ટકા જેટલું જ એડવાન્સ બુકીંગ હાલ જોવા મળી રહ્યું છે. લોકડાઉન થયા બાદ પ્રથમ વખત તહેવાર પર દ્વારકાના જગત મંદિરને લોકો માટે ખુલ્લું રખાયું છે, ત્યારે લોકોની પાંખી હાજરીથી દિવાળીના પર્વ પર પણ હોટલ ઉદ્યોગને મોટી અસર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદ તમામ ઉદ્યોગો દિવાળી તરફ આશા લગાવીને મીટ માંડીને બેઠા છે. પરંતુ લોકોમાં હજી પણ નિરાશા જોવા મળી રહી છે. 


* દ્વારકા - આગામી દિવાળી પર્વ દીપાવલી ઉત્સવ દરમિયાન દ્વારકાના જગત મંદિર માં દર્શન ના ક્રમ માં ફેરફાર કરાયો.
* આજ થી પ્રકાશ પર્વ દિવાળી ના તહેવારો ની શરૂઆત.
* દ્વારકાધીશ ભગવાન ના ભક્તો દિવાળી અને નૂતન વર્ષ ના દર્શન 13 નવેમ્બર થી 16 નવેમ્બર સુધી અલગ અલગ ઉત્સવો ની કરશે ધામધૂમથી ઉજવણી.
* 13 તારીખે ધનતેરસના દિવસે શ્રીજી નો ક્રમ નિત્ય મુજબ રહેશે.
* 14 તારીખે શનિવાર ના રોજ રૂપ ચૌદસ અને દીપાવલી પર્વ ની ઉજવણી કરશે જેમાં સવારે મંગલા આરતી 5 વાગ્યે , શ્રીજી ના દર્શન નિત્ય મુજબ રહેશે , અનોસર(મંદિર બંધ ) બપોરે 1 વાગ્યે , ઉત્થાપન દર્શન સાંજે 5 કલાકે , હાટડી દર્શન રાત્રે 8 કલાક થી 8:30 કલાક સુધી અને અનોસર (બંધ) રાત્રે 9:45 વાગ્યે રહેશે.
* 15 તારીખે રવિવાર ના રોજ નૂતન વર્ષ અન્નકૂટ ઉત્સવ માં મંગલા આરતી સવારે 6 કલાકે , શ્રીજી ના દર્શન સવારે નિત્ય મુજબ રહેશે , અનોસર (બંધ) બપોરે 1 કલાકે થશે જ્યારે સાંજ નો ક્રમ - અન્નકૂટ ઉત્સવ * દર્શન સાંજે 5 થી 7 કલાક સુધી રહેશે , અનોસર (બંધ ) રાત્રે 9:45 વાગ્યે થશે.
* 16 તારીખે સોમવાર ના રોજ ભાઈબીજ ના ઉત્સવ ઉજવાશે જેમાં સવાર નો ક્રમ - મંગલા આરતી સવારે 7 કલાકે , શ્રીજી ના દર્શન નિત્ય મુજબ રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube