તૃષાર પટેલ/ વડોદરા: દેશનું રાષ્ટ્રીય ગીત સામાન્ય રીતે તમામ લોકોને મોઢે હશે પરંતુ માંડ કેટલાક એવા ભારતીયો હશે જેઓને ભારત સિવાય અન્ય કોઈ દેશના રાષ્ટ્રગીત મોઢે હોય અથવા ખબર હોય છે. ત્યારે વડોદરા શહેરના કલાલી રોડ પર રહેતા અને ધોરણ 11માં અભ્યાસ કરતા અથર્વ મૂળેને વિશ્વના 76 દેશોના રાષ્ટ્રગીત કંઠસ્થ છે અને તેના અર્થ પણ જાણે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 વડોદરાના કલાલી રોડ પર રહેતો અને શહેરની ખાનગી શાળામાં ધોરણ11 માં અભ્યાસ કરતો અથર્વ અમિતભાઇ મૂળે દુનિયાના 76 દેશોના રાષ્ટ્રગીત કડકડાટ મોઢે ગાઈ શકે છે અને તે તમામ રાષ્ટ્રગીતના અર્થને સમજી પણ શકે છે. આજથી ત્રણ વર્ષ પહેલાં માત્ર જિજ્ઞાસાવશ ઈન્ટરનેટ પર ભારતના રાષ્ટ્રગીતના વિવિધ અંતરા શોધવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન દેશના પ્રસિદ્ધ ગાયકના કંઠે ગવાયેલું દેશનું રાષ્ટ્રગીત જન ગણ મન તેને સાંભળ્યું હતું. અથર્વની જિજ્ઞાશાને કારણે તે આજે દુનિયાના 76 જેટલા દેશોના રાષ્ટ્રગીતને મોઢે કરી શક્યો છે.

લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યું: 2022 પહેલાં દેશનો પુત્ર-પુત્રીને અંતરિક્ષમાં પહોંચાડવાનું લક્ષ્ય'


અથર્વએ ઈન્ટરનેટના માધ્યમથી વિવિધ દેશોના રાષ્ટ્રગીતની હાર્ડ કોપી મેળવી તેને કેવી રીતે ગાઈ શકાય તેનો પણ બારીકાઈ થી અભ્યાસ કર્યો છે અને પરિણામે વિવિધ દેશોની અલગ અલગ ભાષામાં રચાયેલા રાષ્ટ્રગીતને આસાની થી ગાઈ શકે છે. અથર્વ જે દેશોના રાષ્ટ્ર ગીત શીખ્યો છે તે તમામ રાષ્ટ્રગીતોની સમય મર્યાદાઓ પણ જુદી જુદી છે. જેમ કે સાઉદી અરેબિયાનું નેશનલ એંથમ માત્ર 24 સેકન્ડનું જ છે, જ્યારે ઇરાકનું નેશનલ એંથમ સૌથી વધુ સેકન્ડ એટલે કે 134 સેકન્ડનું છે. અથર્વને આફ્રિકાના સાત, એશિયન દેશોના ઓગણત્રીશ, ઓસ્ટ્રેલિયાનું એક તો એક યુરોપિયન અને બે નોર્થ અમેરિકાના રાષ્ટ્રગીતો કંઠસ્થ છે. આ ઉપરાંત તે નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિત ભારતના પાડોશી દેશોના રાષ્ટ્ર ગીત ગાઈ શકે છે.


અથર્વ આ વિવિધ દેશોના રાષ્ટ્રગીતને મોંઢે છે.
1.બહામસ
2. ઇરાક
3.સાઉથ આફ્રિકા
4.નેપાળ
5.અમેરિકા
6.જર્મની
7.સુડાન
8.યુ.કે
9.સિંગાપુર


અથર્વ મૂળે શહેરની એક ખાનગી શાળામાં ધોરણ 11 માં અભ્યાસ કરે છે અને તેને આગળ વધુ અભ્યાસ કરીને ઇન્ટરપ્રિટર બનવું છે. અથર્વ વિશ્વના અન્ય જે બાકી રહી ગયા છે તેવા દેશોના રાષ્ટ્રગીતો શીખવા માટે હાલ પ્રયાસ કરી રહ્યો છે. મહત્વનું છે કે અથર્વ ને દેશનું રાષ્ટ્રગીત અન્ય ભાષામાં પણ આવડે છે જેમાં એરેબિક ભાષામાં આપના દેશના રાષ્ટ્રગીતને ગાઈ શકવાની ખૂબી વિશેષ છે.


આ ઉપરાંત હાલ તે દેશના વિવિધ રાજ્યો માટે રચાયેલા રાજ્ય ગીતો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં ગુજરાત સહિત અન્ય ચાર રાજ્યોના રાજ્ય ગીત તેને કંઠસ્થ કરી લીધા છે. અથર્વના માતા પિતા તેના આ ટેલેન્ટને લઈને ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છે. ખાસ કરીને અથર્વ જ્યાં રહે છે તે વિસ્તારમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓમાં અથર્વ એ એક સેલિબ્રેટી સમાન પંકાયેલો છે.