કચ્છી કન્યાએ આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રોન્જ જીતી ભારતને અપાવ્યું ગૌરવ
મુંબઈમાં યોજાયેલ ઓલમ્પિયા એમેચ્યોર-ઈન્ડિયા કોન્ટેસ્ટની પુરૂષોની ફીઝીક કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. આ રમતગમત સ્પર્ધામાં એશિયાના 48 દેશો ભાગ લઈ રહ્યા હતા.
અમદાવાદ: જામનગર ગુજરાતના તોફીક જુનેજાને ગત અઠવાડિયે મુંબઈમાં યોજાયેલ ઓલમ્પિયા એમેચ્યોર-ઈન્ડિયા કોન્ટેસ્ટની પુરૂષોની ફીઝીક કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. આ રમતગમત સ્પર્ધામાં એશિયાના 48 દેશો ભાગ લઈ રહ્યા હતા. કચ્છના પ્રિયા સોઢીને મહિલાઓની ફીગર કેગેટરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે.
ભારત અને ખાસ કરીને ગુજરાત માટે આ બંને ખેલાડીઓએ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ મહિલા અને પુરૂષ ખેલાડીએ પ્રથમવાર ઈન્ટરનેશનલ મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું છે. તોફીક જુનેજા અને પ્રિયા સોઢી બંનેનું કોચીંગ ઉમેશ મોહીતે અને અલીફ્યા મોહીતે કર્યું છે, જે છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી આ ક્ષેત્રે પ્રસિધ્ધ પ્રોફેશનલ્સ છે.