Gujarat Election 2022: રાજનીતિમાં ગરમાવો! BJPના 3 નેતાઓ પર નોંધાઇ એક્ટ્રોસીટીની ફરિયાદ, અજય તડવીનો મોટો આક્ષેપ
Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર કરવામાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા હોયા છે, ત્યારે વડોદરામાં ભાજપના 3 નેતાઓ પર એક્ટ્રોસીટીની ફરિયાદ નોધાઇ છે.
Gujarat Election 2022, ચિરાગ જોષી, વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. 2 નગરસેવક અને ભાજપ શહેર મહામંત્રી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ઘટના બની હતી. જેમાં અજય તડવીએ જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ DySP દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર કરવામાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા હોયા છે, ત્યારે વડોદરામાં ભાજપના 3 નેતાઓ પર એક્ટ્રોસીટીની ફરિયાદ નોધાઇ છે. વડોદરામાં 2 નગરસેવકો અને 1 ભાજપ શહેર મહામંત્રી પર ફરિયાદ નોધાતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. જેમના પર એક્ટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે તેમના નામમાં કાઉન્સિલર બિરેન શાહ, વિશાલ શાહ અને મહામંત્રી અમિત સોલંકી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube