મૌલિક ધામેચા /અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલમાં બદલી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે કામ કરતી ટોળકીને ગુજરાત ATS એ પકડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. આ કેસમાં વધુ એક આરોપીને ATS દ્વારા ગોવામાંથી પકડી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી સોહેલ સૈયદ મૂળ ગોવાના મડગાંવનો રહેવાસી છે જેને પકડી લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં ઓક્ટોબરમાં ગેરકાયદેસર Volp Exchange માં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી મો. શાહીદ સૈયદ નામના શખ્સની ધરપકડ કરી હતી. જે સીમબોક્સ આધારીત ગેરકાયદેસર Volp Exchange ચલાવતો હતો.  સીમબોક્સના ઉપયોગ કરી ગેરકાયદેસર ટેલીફોન એક્ષચેન્જ ધંધો કરતો. આ કેસમાં અત્યાર સુધી તપાસ કરતા 6 આરોપીઓ પકડી પકડાઈ ચુક્યા હતા. જ્યારે 2 આરોપીઓ વોન્ટેડ હતા. જેને પગલે ચોક્કસ હકીકતના આધારે ગુજરાત ATSબી ટીમે મોહમદ સોહેલ સૈયદને ગોવા ખાતેથી પકડી લીધો. 


આ પણ વાંચોઃ નિયમોનું પાલન કરજો, રાજ્યમાં કોરોનાનો મહા વિસ્ફોટ, 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા


મહત્વનું છે કે પકડાયેલ આરોપી 2018થી આ ગુનાના મુખ્ય આરોપી નજીબના સંપર્કમાં હતો. માર્ચ-2020થી અમદાવાદથી પકડાયેલ આરોપી સાહીદ લીયાકત અલી સૈયદના સાથે મળી સીમબોક્સના ઉપયોગ કરી ગેરકાયદેસર ટેલીફોન એક્ષચેન્જ ધંધો કરતો હતો. જોકે આ કેસમાં હજી પણ એક આરોપી નજીબ ફરાર છે જેને પકડવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube