ભાવિન ત્રિવેદી/જૂનાગઢ: વન્ય પ્રાણી માનવ વસાહત ઘૂસી હુમલા કરવાની ઘટના સામે આવી છે. જેમાં બે કિશોરી ઉપર સિંહના હુમલામાં એક કિશોરીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જયારે એક કિશોરી ભાગતા તેનો બચાવ થયો છે. વન વિભાગ દ્વારા બંન્ને સિંહોને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જૂનાગઢના ધણફુલીયા ગામે ગત રાત્રીના 9 વાગ્યા આસપાસ બે સિંહો આવી ચડ્યા હતા. જયારે ગોધરાના મોરવા હડફ ગામેથી ખેતીમાં મજૂરી કરવા આવતા પરીવારની બે કિશોરી સિંહનો શીકાર બની હતી. જેમાં બંને કિશોરી શોચક્રિયા માટે વાડીની બહાર નીકળતા સિંહે હુમલો કર્યો હતો. જેમાં ભાવના પારગી (ઉ.17) ઉપર સિંહે હુમલો કરતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે રેખા પારગી ત્યાંથી ભાગી છૂટતા નાની મોટી ઇજા થતા બચી જવા પામી હતી. જયારે મૃતક કિશોરીના મામાનું કહેવું છે કે, રાત્રીના સમયે બંને દીકરી બહાર શૌચક્રીયા માટે નીકળી ત્યારે બે સિંહો આવી ચડ્યા હતા. જેમાં એકને ઉઠાવી લઇ ગયો હતો. વાડીથી 100 ફૂટ દૂર અન્ય ખેતરમાં લઈને ફાડી ખાધી હતી, ત્યારે જાણ અમને અને આસપાસના વાડી વિસ્તારના લોકોને ખબર પડતા સિંહના મોઢામાંથી છોડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ફાડી ખાધી હતી. સિંહો ભાગી છૂટ્યા હતા. સિંહોએ હુમલો કરતા વન વિભાગ અને પોલીસને જાણ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતીનો બિભત્સ વીડિયો ઉતારી પહેલા SEX માટે અને ત્યાર બાદ ચોરી કરવા માટે મજબુર કરી


સિંહના હુમલામાં મોતને ભેટેલ ભાવના પારગી 15 દિવસ પેહલા ગોધરાના મોરવા હડફ ગામેથી તેના માતા પીતાની મંજૂરી લઈને મામા પાસે ધણફુલીયા ગામે મજૂરી કરવા આવી હતી. ગત રાત્રીના ભાવના અને રેખા બંને રાત્રે પરીવાર સાથે ભોજન કરી શોચક્રિયા માટે બહાર નીકળતા અચાનક વાડીની બાજુમાં સિંહો આવી ચડ્યા હતા. હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં ભાવના નામની કિશોરી સિંહનો શિકાર બની હતી. જયારે અન્ય રેખા સિંહને જોઈ જતા ભાગી હતી. ખેતરમાં આવેલ પાણીની કુંડીમાં કૂદકો મારતા બચી જવા પામી હતી.


હવે CORONA અને મ્યુકોરમાઇકોસીસ કરતા પણ ખતરનાક રોગ, આખુ જીવન રિબાઇ રિબાઇને રહેવું પડે છે


સિંહના હુમલા મુદ્દે સ્થાનીક ગ્રામજનોનું કેહવું છે કે, અનેક વાર વન્ય પ્રાણી સિંહ દીપડા આવે છે પણ સિંહે કોઈ દિવસ માનવી ઉપર હુમલાઓ નથી કરતા. ત્યારે આ વિસ્તારમાં પહેલી વાર બન્યું છે ત્યારે સિંહ હુમલાની ઘટના બનતા વન વિભાગ આવીને સિંહોના મોઢામાંથી કિશોરીને છોડાવી હતી. ત્યારે હવે વન વિભાગે પણ આવા બનાવ ના બને તે માટે કંઈક કરવું જરૂરી છે નહિ ખેતી કરવી મુશ્કેલ બની જશે. 


Gujarat Corona Update: નવા 988 કોરોના દર્દી, 1209 સાજા થયા, 07 દર્દીઓનાં કોરોનાને કારણે મોત


સિંહ હુમલાની ઘટના બાદ વન વિભાગ દોડતું થયું હતું. સમગ્ર મામલે તાપસ શરૂ કરી હતી. સિંહો ક્યાંથી આવ્યા અને કેવી રીતે ઘટના બની તેની ઊંડાણ પૂર્વક તાપસ શરૂ કરી છે. સિંહોને પાંજરે પુરવા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. સિંહ વધુ કોઈ માનવ હુમલો કરે તે પહેલા પકડી લેવા કવાયત હાથ ધરી છે. બીજી બાજુ વન્ય પ્રાણી હુમલામાં મૃત્યુ પામેલ પરીવારને રાજ્ય સરકાર તરફથી મળતી સહાય વહેલી તકે ચૂકવાય તેની પણ કાર્યવાહી હાથ ધરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube