અમદાવાદ : ઢોર પકડતી AMCની ટીમ પર હુમલો, પોલીસની ગાડીઓની ચાવી ખેંચી ફરાર
અમદાવાદના ઓઢવ ગામ પાસે AMCની ઢોર પાર્ટી પર હુમલો કરાયો હતો. માલધારીઓએ પોલીસની ચાર ગાડીઓની તોડફોડ કરી કાચ તોડ્યા હતા, અને AMCની ગાડીઓની ચાવી ખેંચી માલધારીઓ ફરાર થયા હતા. આ ઘટના બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું.
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના ઓઢવ ગામ પાસે AMCની ઢોર પાર્ટી પર હુમલો કરાયો હતો. માલધારીઓએ પોલીસની ચાર ગાડીઓની તોડફોડ કરી કાચ તોડ્યા હતા, અને AMCની ગાડીઓની ચાવી ખેંચી માલધારીઓ ફરાર થયા હતા. આ ઘટના બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું.
આજે સવારે એએમસીની ટીમ ઓઢવ વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગઈ હતી. માલધારીઓએ એએમસીની ઢોર પકડવાની ટીમ પર જે રીતે હુમલો કર્યો હતો, તેમાં AMCના એક કર્મચારીને ઈજા પહોંચી હતી. હાલ ઓઢવ પોલીસે ઘટના સ્થળ પર સ્થિતિ કાબૂમાં લીધી છે. આ ઘટના બાદ ઓઢવ ગામમાં પોલીસના મોટા કાફલા સાથે ઢોર વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 40 થી વધુ ઢોર અને 30 જેટલી મહિલા અને પુરૂષોની અટકાયત કરી હતી. આ કાર્યવાહી માટે ડીસીપી, એસીપી સહિત પોલીસ અને ઢોર વિભાગની ટીમ હાજર રહી હતી. જેમની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.