અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાના દાંતીવાડાના નોદાત્રા ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પોતે જ માથાભારે તત્વોનો ભોગ બની હતી. પોલીસ પર હુમલો થયો જેમાં 2 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ દાંતીવાડાના નોદાત્રા ગામે પોલીસ દારૂની રેડ કરવા ગઈ હતી. ત્યારે 21 જેટલા શખ્સોએ પોલીસ પર હુમલો કરીને ઈજા પહોંચાડી. પોલીસ પર લાકડીથી હુમલો કરાયો હતો. જેમાં 2 પોલીસકર્મી ઘાયલ થયાં. પોલીસે આ રેડ દરમિયાન 1.30 લાખનો દારૂ જપ્ત કર્યો છે.


પોલીસે માથાભારે 21 જેટલા લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. દાંતીવાડા પોલીસે 2 લોકોની ધરપકડ પણ કરી છે.