યોગીન દરજી/નડિયાદ :ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતી ભાઈ પરમાર સહિત ત્રણ વ્યક્તિ પર આજે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. નડિયા સેશન્સ કોર્ટની બહાર હુમલો થતા જ ખેડા પોલીસ દોડતી થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ સેશન્સ કોર્ટના કેમ્પસની બહાર ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર પર હુમલો થયો હતો. જે સમયે હુમલો થયો ત્યારે તેઓ પોતાની ગાડીમાં હતા. ત્યારે 8થી વધુ લોકો તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા, અને કાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ધારાસભ્ય કાંતિભાઈ પરમાર સહિત ત્રણ વ્યક્તિઓ ગાયલ થયા હતા. તમામને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 



સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, જમીન વિવાદ મામલે ધારાસભ્ય પર હુમલો કરાયો હતો. આ ઘટના બાદ નડિયાદ પોલીસ દોડતી થઈ હતી, અને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :