ઉદય રંજન/ અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તાર સુદામા પાર્ક સોસાયટીમાં અંગત અદાવતમાં ત્રણ શખ્શોએ બે ભાઈઓ પર તીક્ષણ હથિયારના ઘા ઝીક્યા હતા. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું. અન્ય એક વ્યક્તિ હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. સિવિલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર દેખાઈ રહેલી આ ભીડ પોતાના પરિવારના સભ્યના મૃતદેહને લેવા આવેલી ભીડ છે. અંગત અદાવત અને વ્યાજના રૂપિયાની મામલે માથાકૂટ થતા ત્રણ શખ્સોએ એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો. સરદારનગર વિસ્તારમાં આવેલા નોબલનગર પાસેની સુદામા પાર્ક સોસાયટીમાં આ ખૂની ખેલ ખેલાયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર બાદ કચ્છમાં પણ દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ, વનતંત્ર દોડતું થયું


જેમાં સુકેશ વ્યાસ આશિષ વ્યાસ તથા મનોજ લાલવાણી આ ત્રણેય શખ્શોએ અગાઉની માથાકૂટ અને વ્યાજના રૂપિયાની માથાકૂટમાં સુદામા પાર્ક સોસાયટીમાં રહેતા બે ભાઈઓ પર છરીથી હુમલો કર્યો. જેમાં એક વ્યક્તિનું મોડી રાત્રે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું તથા અન્ય એક વ્યક્તિની હાલ સારવાર ચાલી રહી છે. આમ તો સરદારનગર વિસ્તાર પ્રોહીબીશન અને ક્રાઈમની ગતિવિધિઓ માટે વર્ષોથી પંકાયેલું જ છે પરંતુ સોસયટીમા બે વ્યક્તિઓ ઉપર તીક્ષણ હથિયારના ઘા જીકવામાં આવે છે, ત્યારે આવી પરિસ્થિતિમાં પોલીસની ભૂમિકા ઉપર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. કારણકે સમગ્ર કેસને લઈને પોલીસ પાસે આરોપીઓના ફોટોગ્રાફ અને મોબાઈલ નંબર સહીતની તમાંમ વિગતો છે તેમ છતાય પોલીસ પોતાની કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ દાખવી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણકે હાઈટેક પોલીસ હજુ આરોપીઓને નથી પકડી શકી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube