અમદાવાદ : ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઢુંઢેરમાં 14 મહિનાની બાળકી સાથે રેપની ઘટના બાદ રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે અને યૂપી બિહારના પરપ્રાંતિય લોકોને અહીંથી ચાલ્યા જવા માટે લોકોને ધમકી આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને જોતાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. તો બીજી તરફ આ મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ હુમલાઓ મામલે એમના સમર્થકો વિરૂધ્ધ દાખલ નોંધવામાં આવેલા ગુનોઓને ખોટા કરાર આપતાં જો સરકાર આ મામલે કેસ પરત નહીં ખેંચે તો તે 11મી ઓક્ટોબરે સદભાવના ઉપવાસ કરશે એવી ચીમકી ઉચ્ચારી છે. અહીં નોંધનિય છે કે, છેલ્લા સાત દિવસની અંદર ગુજરાતમાંથી અંદાજે 20 હજારથી વધુ પરપ્રાંતિય શ્રમિકોની હિજરત થયાનું સામે આવી રહ્યું છે. પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પર સઘન સુરક્ષા ગોઠવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા સોમવારે ગુજરાત બંધનું એલાન અપાયું હોવાનો મામલો સામે આવ્યો હતો. જોકે આ બંધ અપાયું ન હોવાનો ખુલાસો કરાયો હતો. તો બીજી તરફ મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે પડકાર ફેંક્યો છે. જોકે આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 342 લોકોની અટક કરી છે. 


ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે કહ્યું કે, વડાપ્રધાનના ગૃહ રાજ્ય ગુજરાતમાં જો યૂપી, બિહાર અને એમપીના લોકોને મારવામાં આવી રહ્યા છે અને મારમારીને ભગાડવામાં આવશે તો એક દિવસ પીએમને પણ વારાણસી જવાનું છે. એ યાદ રાખવું જોઇએ. વારાણસીના લોકોએ જ એમને પીએમ બનાવ્યા છે. 


આ પણ વાંચો : ઉવારસદમાં પરપ્રાંતિયોને આખરી અલ્ટીમેટમ


બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ હુમલાઓ મામલે એમના સમર્થકો વિરૂધ્ધ દાખલ નોંધવામાં આવેલા ગુનોઓને ખોટા કરાર આપતાં જો સરકાર આ મામલે કેસ પરત નહીં ખેંચે તો તે 11મી ઓક્ટોબરે સદભાવના ઉપવાસ કરશે એવી ચીમકી ઉચ્ચારી છે. પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યના છ જિલ્લા આ હિંસાથી પ્રભાવિત છે. જેમાં મહેસાણા અને સાબરકાંઠા સૌથી વધુ પ્રભાવિત છે. આ જિલ્લામાં 42 કેસ નોંધવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 342 લોકોની અટક કરવામાં આવી છે. તપાસ દરમિયાન વધુ આરોપીઓના નામ સામે આવશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે. 


આ પણ વાંચો : ગુજરાતના વેપાર ધંધા પર માઠી અસર, CMને પત્ર


વધુમાં એમણે જણાવ્યું કે, પ્રભાવિત જિલ્લાઓમાં રાજ્ય રિઝર્વ પોલીસ દળ (સીઆરપી)ની 17 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પરપ્રાંતિય લોકોના નિવાસ સ્થાનો અને એ કારખાનાઓ કે જ્યાં તેઓ કામ કરે છે. આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.