દ્વારકા : રાજ્યમાં રામનવમીના પ્રસંગે સમગ્ર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જો કે ગુજરાતના આણંદ અને હિંમતનગરમાં છમકલાની ઘટના પણ સામે આવી હતી. જ્યાં ટોળા દ્વારા રામ નવમીની યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે બંન્ને સ્થલો પર ચોક્કસ લોકો દ્વારા જ પથ્થરમારો કરવામાં આવતા માહોલ ગરમાયો હતો. જેના પગલે બંન્ને સ્થલો પર પોલીસનો ખડકલો થઇ ગયો હતો. સ્થિતિને થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેંકડો વિદ્યાર્થીઓ ખોટા કેન્દ્ર પર પહોંચી ગયા, શી ટીમ દ્વારા બસ બાંધીને સાચી જગ્યાએ પહોંચાડાયા


જો કે આટલું ઓછું હોય તેમ અને ગુજરાતને ચોક્કસ લોકો ટાર્ગેટ કરવા ઇચ્છતા હોય તેવા લોકો દ્વારા દ્વારકામાં પણ વાતાવરણ તંગ થાય તેવો માહોલ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દ્વારકામાં ભગવો ઝંડો સળગાવવામાં આવતા દ્વારકામાં વાતાવરણ તંગ બન્યું હતું. જો કે અહીં હિંદુત્વવાદી સંગઠનો દ્વારા તત્કાલ તે વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. ભગવો ઝંડો સળગાવવાનું પરિણામ શું હોઇ શકે તે પણ સમજાવવામાં આવ્યું હતું. 


રાજકોટમાં નરેશ પટેલની કોળી સમાજ બાદ અનુસુચિત જાતીના આગેવાનો સાથે સુચક બેઠક, કહ્યું કે હવે...


લોકોનાં ટોળે ટોળા દ્વારકા નગરીમાં એકત્ર થઇ ગયા હતા. દ્વારકા પોલીસ સ્ટેશન પહોંચીને તેમણે આરોપીને ઝડપીને કડક કાર્યવાહી કરવા માટેની માંગ પણ કરી હતી. વિધર્મી યુવાન વિરુદ્ધ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવું કામ કોઇ ફરી ન કરે તેવું ઉદાહરણીય દાખલો બેસાડવાની માંગ કરી હતી. સમગ્ર હિંદુ સમાજના આગેવાનો દ્વારા આ યુવક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેથી આવા સમાજિક તત્વો ફરી આવી હરકત ન કરી શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube