હાઇકમાન્ડને બાનમાં લેવાનો પ્રયાસ નિષ્ફળ જતા આખરે ઇમરાન ખેડાવાલાએ રાજીનામાનો ખેલ સંકેલી લીધો
* ખેડાવાલાએ રાજીનામું કેમ આપ્યું? હાઇકમાન્ડે એક પણ માંગણી સંતોષી નહી છતા રાજીનામું પાછુ ખેંચ્યું !
* હાઇકમાન્ડનો આક્રમક મિજાજ: ખેડાવાલાને ગોળોને ગોફણ બધુ જશે તેવું લાગતા જ પાણીમાં બેસી ગયા !
અમદાવાદ : ધારાસભ્યએ દળીદળીને ઢાકણીમાં ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોતાના મળતીયાઓને ટિકિટ મળે તે માટે રાજીનામાનો સ્ટંટ કર્યા બાદ છેલ્લા પોતાની માંગણીઓ સંતોષાઇ જતા આખરે રાજીનામું પાછુ ખેંચી લીધું છે. હાઇકમાન્ડને બાનમાં લેવાનો એક પ્રકારનો પ્રયાસ તેના દ્વારા કરવામાં આવ્યો. જેમાં તે મહદઅંશે સફળ પણ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હાઇકમાન્ડ સાથેની ખાસ વાતચીતનાં આધારે તેમણે રાજીનામું પરત લીધાની જાહેરાત કરી છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી થઈ દૂર હાઇકમાન્ડ દ્વારા કરવામાં આવી છે.
કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતી, MLA થી માંડી કાર્યકર્તાઓને ભારે અસંતોષ
અમિત ચાવડાને મળ્યા બાદ નારાજગી થઈ દૂર થઇ હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે કાલે એ જ અમિત ચાવડાને રાજીનામું આપતી વખતે તેમની નારાજગી દુર થઇ નહોતી. કારણ કે તેઓ જે માંગ કરી રહ્યા હતા તે સંતોષાઇ નહોતી. આજે હાઇકમાન્ડ દ્વારા તેની તમામ માંગ માની લેતાની સાથે જ ઇમરાન ખેડાવાલાએ થુંકેલુ ચાંટી લીધું છે. પોતે પાર્ટીના સંનીષ્ઠ કાર્યકર્તા છે અને ધારાસભ્ય પદે યથાવત્ત રહેશે તેવી જાહેરાત કરી હતી. સમાધાન અંગે ઇમરાન ખેડાવાલા 360 ડિગ્રીએ ફેરવી તોળ્યું હતું.
અમિત ચાવડાએ નેતાઓને કહ્યું, બેફામ આક્ષેપ કરનારાઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે
આ અંગે ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, મારી નારાજગી અંગે હાઇકમાન્ડ સાથે વાતચીત થઈ છે. પક્ષે મને વિશ્વાસ અપાવ્યો છે કે મારી વાતને ધ્યાને લેવાશે. મારુ અધ્યક્ષને આપેલ રાજીનામુ સ્વીકારાયું નથી. કોંગ્રેસના સભ્યોને જીતાડવા મારી રીતે તમામ મહેનત કરીશ. અન્ય ધારાસભ્યોની દબાણની રાજનીતિની મારી રજુઆત સાંભળવામાં આવી છે. બહેરામપુરામાંથી બે ઉમેદવાર રાતોરાત બદલાયા હતા. કોના દબાણથી ઉમેદવારો બદલાયાએ મેં તામ્રધ્વજને જણાવી છે. AIMIM ના ઉમેદવારો સામે કોંગ્રેસ વધારે મજબૂત બનશે. મતદાતાઓ જાણે છે કે AIMIM થી ભાજપને ફાયદો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube