વાપી : ગુજરાતમાં ત્રણ દુષ્કર્મની ઘટનાઓ બનતા સમગ્ર સમાજ અને રાજ્ય ખળભળી ઉઠ્યું છે. સરકાર પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે કાયદો અને વ્યવસ્થા ક્યાં છે. આવી સ્થિતીમાં સરકાર અને તંત્ર બંન્ને ખુલાસાની પોઝીશનમાં આવીને ઉભા છે. પોલીસ તંત્રની આબરૂનાં લીરે લીરા ઉડાડીને વડોદરાનાં આરોપીઓ બેખોફ ફરી રહ્યા છે. જો કે આ તમામ ઘટનાઓની શ્યાહી સુકાઇ નથી ત્યાં વાપીમાં દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. વાપીના ડુંગરાના વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: બપોરે લગ્ન સાંજે રિસેપ્શન અને દુધ પીવા મુદ્દે રાત્રે 3 વાગ્યે છુટાછેડા
તોફાની વરસાદની આશંકાને પગલે જાફરાબાદમાં 1 નંબરનું સિગ્નલ લગાવાયું
વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 5 વર્ષની બાળકી સાથે 16 વર્ષનાં સગીર દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. બાળકીએ પાડોશમાં રહેતા સગીરે બાળકીનેપોતાનાં ઘરમાં લઇ જઇને દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. આરોપીને પોલીસે ઝડપી લીધો છે. આરોપી વાપીની જ એક શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. હાલ તો પોલીસે સમગ્ર મુદ્દે તપાસ ચાલુ કરી દીધી છે. જો કે આરોપી 16 વર્ષનો સગીર હોવાનાં કારણે ઘટનાની ગંભીરતા ખુબ જ વધી જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube