રવિ અગ્રવાલ/વડોદરા: સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો શું વિજળીબિલનાં કારણે કેતન ઇનામદારને સરકારે આપ્યો 'ઝટકો'?

ભાજપનાં સાંસદ રંજન બેન ભટ્ટને તત્કાલ તેમને મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. કેતન ઇનામદારને મનાવવા માટે દોડાવ્યા હતા. રંજન બહેન પોતાનાં તમામ કાર્યક્રમો રદ્દ કરીને ડેમેજ કંટ્રોલ માટે દોડી ગયા હતા. રંજના બહેને બેઠક બાદ જણાવ્યું હતું કે, કેતન ઇનામદાર કાલે પણ ભાજપનાં ધારાસભ્ય હતા આજે પણ છે અને આવતી કાલે પણ રહેશે. જો કે તેઓ રાજીનામું ક્યારે પાછુ ખેંચશે તેનાં જવાબ આપવો તેમણે ટાળ્યો હતો. આ ઉપરાંત ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા તેમને સાંત્વના આપી હતી. જે પણ જવાબદાર અધિકારી સામે અસંતોષ છે તેમની સામે કાર્યવાહી કરવાની અને તેમની જે પણ માંગણીઓ છે તેને પ્રાથમિકતા આપવાની બાંહેધરી આપી હતી. જેના પગલે કેતન ઇનામદારનાં સુર થોડા ઢીલા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 


કેતન ઇનામદારનાં સમર્થનમાં નગરપાલિકાનાં 21 ધારાસભ્યોની પણ રાજીનામાની ચિમકી

ભાજપનાં પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે, ભાજપ એક કેડર બેઝ પાર્ટી છે. જેમાં નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને મંત્રી સુધી તમામની વાત સાંભળવામાં આવી છે. કદાચ કોઇ ચુક રહી ગઇ હોય તો તેનો ઉકેલ લાવવામાં આવશે. તેઓ ભાજપનાં ખુબ જ સંનિષ્ઠ અને વફાદાર કાર્યકર્તા છે. કદાચ કોઇ બાબતે તેમની લાગણી દુભાઇ હશે તો તેનો ઉકેલ લાવવામાં આવશે. રાજીનામું એ કોઇ ઉપાય નથી. તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચશે સામે પક્ષે તેમની જે સમસ્યા છે તેનો પણ ઉકેલ લાવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube