ચકચકિત ઔડી કારે બાળકને કચડ્યો, હચમચાવી દે તેવા CCTV ફૂટેજ જુઓ

હાથમાં સ્ટીયરિંગ આવે એટલે અનેક લોકો ભાન ભૂલીને બેફામ રીતે ગાડી હંકારે છે. ત્યારે રાજકોટમાં હૃદય હચમચાવી દે તેવા એક્સિડન્ટના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ચકચકિત ઔડી કારના ચાલકે બાળકને કચડ્યો છે. બાળક પર ઔડીના પૈડા ફરી વળતા તેનુ મોત નિપજ્યું છે. ત્યારે ઔડી કારના આ એક્સિડન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :હાથમાં સ્ટીયરિંગ આવે એટલે અનેક લોકો ભાન ભૂલીને બેફામ રીતે ગાડી હંકારે છે. ત્યારે રાજકોટમાં હૃદય હચમચાવી દે તેવા એક્સિડન્ટના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ચકચકિત ઔડી કારના ચાલકે બાળકને કચડ્યો છે. બાળક પર ઔડીના પૈડા ફરી વળતા તેનુ મોત નિપજ્યું છે. ત્યારે ઔડી કારના આ એક્સિડન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આ ઘટના બની હતી. દોઢ વર્ષનો બાળક ઔડી કારની નીચે કચડાયો હતો. ગઈકાલે બપોરે 2 વાગ્યે આ ઘટના બની હતી. બાળક રમતા રમતા કાર નજીક આવીને ઉભો રહ્યો હતો. ત્યારે ચાલકે અચાનક કાર શરૂ કરી ચલાવતા બાળક કચડાયો હતો. જોકે, બાળકને કચડીને ઔડી કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. કાર નીચે કચડાઈ જતા બાળકનું મોત નિપજ્યું હતું. ત્યારે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેના દ્રશ્યો હચમચાવી દે તેવા છે. બાળકને કચડ્યા બાદ લોકોએ બૂમાબૂમ કરી હતી. મહિલાએ દોડીને પોતાના બાળકને તરત ઉપાડી લીધો હતો. પરંતુ ઔડી કારનો ચાલક જરા પણ ઉભો રહ્યો ન હતો, અને ત્યાં રમરમાટ કાર દોડીને ભાગી ગયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકે દમ તોડ્યો હતો.
ત્યારે આ અકસ્માતમાં યશ બગડાઈ નામનો યુવકણ ગાડી ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. . પોલીસે આરોપી યશ વિમલ બગડાઈની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યો છે. જોકે, રાજકોટના ભક્તિનગર સર્કલ નજીકની આ ચકચારી ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. લોકો કારચાલક પર ફિટકાર વરસાવી રહ્યાં છે. કાર ચાલકે જોયું કે, બાળક કચડાઈ ગયું છે, તેમ છતાં તે ભાગી ગયો હતો.
[[{"fid":"300066","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"rajkot_audi_accident_zee4.jpg","field_file_image_title_text[und][0][value]":"rajkot_audi_accident_zee4.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"rajkot_audi_accident_zee4.jpg","field_file_image_title_text[und][0][value]":"rajkot_audi_accident_zee4.jpg"}},"link_text":false,"attributes":{"alt":"rajkot_audi_accident_zee4.jpg","title":"rajkot_audi_accident_zee4.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]