ભાવનગર: પહેલા તેણે ટીફીનની માંગ કરી પછી બદલીની લાલચ અને છેલ્લે ફરવા આવવા દબાણ કર્યું. આ રીતે પોતાના હોદ્દાનો ગેરલાભ ઉઠાવીને બરવાળા ડેપોની એક મહિલા કંડકટર પર ઇમોશ્નલ દબાણ લાવી પોતાની નજીક લાવીને ફોન પર અજૂગતી અને અવ્યવહારુ માંગણી કરવા બદલ તેમ જ મહિલાની ધ્વનિ માધ્યમથી જાતિય સતામણી કરવા બદલ ભાવનગર એસટીના ડીવીઝનલ કંટ્રોલર આર.વી. માલીવાલને સસ્પેન્ડ કરી દેવાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિયો ક્લિપમાં ડીસી માલીવાલ બરવાળાની મહિલા કંડકટરને તેની કોઇ તકલીફ કે સમસ્યા હોય તો જાણાવવાનું કહી રહ્યા છે. મહિલા કંડકટર પોતાને એવી કોઇ તકલીફ નહીં હોવાનું જાણાવી રહ્યા છે ત્યારે તબિયત પૂછે અને કોઇ પણ કામકાજ હોય તો જણાવવાનું કહી રહ્યા છે અને પોતે બરવાળા આવી રહ્યા હોઇ પોતાને મળવા આવવાનું અને પોતાના માટે ટીફીન પણ લાવવાનું જણાવી રહ્યા છે. તેણીનો વીકલી ઓફ ચેન્જ કરી આપવાની ઓફર કરી રહ્યા છે. એટલું જ નહીં તેણીને પોતાની સાથે એકાદ દિવસ ફરવા આવવાની ઓફર પણ કરી રહ્યા છે. મહિલા કંડકટર એકદમ હસતાં હસતાં આવું કરવાની ના પાડી રહી છે ત્યારે ડીસી તરફથી તેને એમ કહેવામાં આવી રહ્યું છે કે -આવવું તો પડશે.

દારૂના નશામાં ગુજરાતના IPS અધિકારીએ મહિલા IPSને એવી જગ્યાએ ચૂંટલી ભરી કે થયો હોબાળો 


વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપોના આધાર પર જીએસઆરટીસી જનરલ મેનેજરે ભાવનગર ડીસી આર.વી. માલીવાલ કે જેઓ હજુ બે માસ પૂર્વે જ ભાવનગર ડીસી તરીકે હાજર થયા હતા તેમને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરી દીધો છે અને તેઓને અમદાવાદ યાંત્રીક કચેરી ખાતે હાજરી પુરાવવાનો તથા મંજૂરી વગર હેડ ક્વાર્ટર નહીં છોડવાનો હુકમ કરી દેવાયો છે. જીએસઆરટીસી જનરલ મેનેજર (ઓપરેશન)એ સાફ જણાવી દીધું છે કે વર્ગ 1 ના કર્મચારી તરીકે ફરજ બજાવતા આર.વી. માલીવાલે પોતાના ઉચ્ચ હોદ્દાનો ગેરલાભ ઉઠાવી ફોનથી મહિલા કંડકટરને અજુગતી અને અવ્યવહારુ વાત કરવા તેમ જ તેની સહાનુભૂતિ મેળવી ગેરલાભ લેવાનો તેમ જ ટેલિફોનીક વાતોના માધ્યમથી જાતિય સતામણી બાબતે આગળ વધવા તરફનો બદઇરાદો પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થાય છે અને આનાથી નિગમની પ્રતિષ્ઠાને નુકસાન થયું હોઇ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


મારી સામે ષડયંત્ર રચાયું છે
ઓડીયો બનાવટી છે, મેં નિયમભંગ કરનારા કેટલાક લોકો સામે કડક પગલાં લીધાં છે. એના કારણે મારી સામે એક ષડયંત્ર રચાયું છે અને એ ષડયંત્રના ભાગ રૂપે બનાવટી ઓડિયોક્લિપ ઊભી કરવામાં આવી છે. એ ઓડિયો ક્લિપમાં મારો અવાજ છે નહીં. હું એ મહિલા કંડકટરને ઓળખતો જ નથી.