Australia Students Visa: ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો ઝટકો. કેમ કે સરકારે વિદ્યાર્થીઓની વિઝા ફી વધારીને બમણી કરતાં વધુ કરી દીધી છે. 1 જુલાઈથી આ નિયમ લાગુ થતાં વિદ્યાર્થીઓઓના વાલીઓના ખિસ્સા પર વધારાનું ભારણ પડશે ત્યારે સરકારે કેટલી વિઝા ફી વધારી?


  • ઓસ્ટ્રેલિયાની સરકારે વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો

  • સ્ટુડન્ટ વિઝા ફીમાં કર્યો તોતિંગ વધારો

  • ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે વધુ ફીનું ભારણ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી, હા ઓસ્ટ્રેલિયા ભણવા જવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વધુ વિઝા ફી ભરવી પડશે કેમ કે પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારા બાદ આ પગલું ભર્યુ છે. ઓસ્ટ્રેલિયાની સરકારના આ નિર્ણયથી સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓને થશે કેમ કે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા બીજા નંબર પર છે. સરકારી આંકડા પ્રમાણે 2022માં ઓસ્ટ્રેલિયાની સંસ્થાઓમાં 1 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023ના ગાળામાં આ સંખ્યા 1.22 લાખ હતી. હવે તેમને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે વધુ પૈસા ખર્ચ કરવા પડશે.


  • બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા ફી 490 પાઉન્ડની આસપાસ છે... 

  • અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ફી 185 યૂએસ ડોલર છે...

  • કેનેડામાં સ્ટુડન્ટ વિઝા ફી 150 કેનેડિયન ડોલર છે...

  • જર્મનીમાં સ્ટુડન્ટ વિઝા ફી 75 યુરો છે...

  • ફ્રાંસમાં સ્ટુ઼ડન્ટ વિઝા ફી 100થી 150 યુરો છે...

  • સિંગાપુરમાં સ્ટુડન્ટ વિઝા ફી 60 સિંગાપુર ડોલર છે...


ઓસ્ટ્રેલિયાની સરકારે કેટલી ફી વધારી તેના પર નજર કરીએ તો વિદેશી વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધી વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે 39,527 રૂપિયા હતી પરંતુ 1 જુલાઈથી વિઝા ફી વધીને 1600 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 89,059 રૂપિયા થઈ ગઈ છે. નવા નિર્ણયથી ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા મેળવવા અમેરિકા અને કેનેડા કરતાં મોંઘા થઈ ગયા છે ત્યારે અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે કેટલી ફી ભરવી પડે છે તે પણ જોઈ લો.


  • વિદેશમાં ભણવું મોંઘુ

  • ઓસ્ટ્રેલિયાની સરકારે સ્ટુડન્ટ વિઝા ફી વધારી

  • 1 જુલાઈથી સ્ટુડન્ટ વિઝા ફી વધી ગઈ

  • 1600 ઓસ્ટ્રેલિયન ડોલર ભરવા પડશે

  • અગાઉ સ્ટુડન્ટ વિઝા ફી હતી 710 ઓસ્ટ્રેલિયન ડોલર

  • ઓસ્ટ્રેલિયામાં ભણવું વિદ્યાર્થીઓને મોંઘુ પડશે


જોકે ઓસ્ટ્રેલિયાની સરકારે બીજા કેટલાંક નિયમો પણ બદલ્યા છે. જેમાં વિઝિટર વિઝા ધારકો અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ધારક વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી શકશે નહીં. મહત્વનું છે કે છેલ્લાં કેટલાંક સમયથી દુનિયાના અન્ય દેશોમાં પણ સ્ટુડન્ટ વિઝા ફીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જેનાથી જે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવાની ઈચ્છા રાખે છે તેમને સ્ટુડન્ટ વિઝા ફીનું વધારાનું ભારણ સહન કરવું જ પડશે.