અમદાવાદ: ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિત કાર્યકર્તા જિગ્નેશ મેવાણી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જીગ્નેશ મેવાણી દ્વારા પૂણેના એક પત્રકારનો વિકૃત ફોટો ટ્વિટ કર્યા બાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જિગ્નેશ મેવાણીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમના ફોટો ક્રોપ કરી યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આધ્યાત્મિક ગુરૂઓ શ્રી શ્રી રવિશંકરના ફોટા સાથે જોડીને ટ્વિટર પર અપલોડ કર્યો. આ સાથે જ એક ફિલ્મી સીનનો ફોટો લગાવી આપત્તિજનક ટિપ્પણી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા પત્રકારે તેને ગરિમા અને સન્માન વિરોધ ગણાવતાં પોલીસમાં માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે. ધારાસભ્ય વિરૂદ્ધ કેસ દાખલ થયાના સમાચાર શેર કરતાં શેફાલી વૈદ્યે લખ્યું કે આગળ મને કંઇ પણ થાય તો તમે જાણો છો કે કોણ જવાબદાર હશે. 


વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ફોન પર જાનથી મારી નાખવાની મળી ધમકી  


બીજી તરફ થાણે પોલીસનું કહેવું છે કે કેસની તપાસ થઇ રહી છે. તપાસ કરવામાં આવી રહી છે કે ધારાસભ્યએ જાણીજોઇને વાંધાજનક ટ્વિટ કરી અથવા તેમનું એકાઉંટ કોઇએ હેક કર્યું છે. શેફાલી વૈદ્યની ટ્વિટ પર તમામ લોકોને પ્રતિક્રિયા વ્યક્ત કરી. વિક્રમ સંપથે લખ્યું- શેફાલી તમને શક્તિ મળે, તમે સુરક્ષિત રહો. 

જોકે બાદમાં જીગ્નેશ મેવાણીએ સ્વિકાર કર્યું કે તેમણે આ પ્રકારનો ફોટો ટ્વિટ કર્યો હતો જેની સાથે છેડછાડ કરવામાં આવી હતી. પછી તેમને પોતાની ટ્વિટ હટાવી લીધી અને માફી માંગી હતી.