રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા વિકાસમાં ઘણું પાછળ રહી ગયું છે. તેનું કારણ વડોદરોના સાશકો અને વહીવટદારો છે. કોર્પોરેશનના અધિકારીઓએ એવું કામ કર્યું નથી કે જે ઉડીને આંખે વળગે...આ ખરાબ કામ કરવામાં અને ભ્રષ્ટાચાર કરવામાં VMCના શાસકો અને અધિકારીઓ પાવરધાં છે. વ્યક્તિના મોત પછી તેના મોતનો મલાજો જળવાવો જોઈએ. પરંતુ સ્માર્ટ સિટીનું જેને બિરુદ મળ્યું છે તે શહેરમાં સ્મશાનની એવી દશા છે કે મોતનો મલાજો પણ નથી જળવાતો. સત્તા પક્ષ સામે હવે તો સત્તા પક્ષના જ અને વિપક્ષના કોર્પોરેટર્સે સાથે મળીને મોરચો ખર્યો છે. ત્યારે શું છે મામલો?


  • સ્માર્ટ સિટી વડોદરામાં સ્મશાનની દુર્દશા

  • સ્મશાનના ખસ્તાહાલનો સામાન્ય સભામાં વિરોધ

  • સત્તા પક્ષના કોર્પોરેટરે જ કર્યો ઉગ્ર વિરોધ

  • અનેક વિસ્તારમાં સ્મશાનની છે માઠી દશા

  • મોતને મલાજો પણ નથી જાળવતા સત્તાધીશો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ શહેર જે આમ તો સ્માર્ટ શહેર છે. એક સમયે સમગ્ર રાજ્યનું સંચાલન અહીંથી થતું હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડની આ નગરીની આ દશા હાલના સત્તાધીશો અને અધિકારીઓએ કેવી કરી નાંખી છે તે જોઈ શકાય છે. કોઈ વ્યક્તિના મોત બાદ તેનો મલાજો જળવાવવો જોઈએ. પરંતુ સ્મશાનોની જે દશા છે તેના પરથી તો એટલું જ કહી શકાય કે મોતનો મલાજો પણ VMCના સત્તાધીશો નથી જાળવી શક્યા. શહેરના નિઝામપુરા, ભાયલી, વાસના, તરસાલી, ખાસવાડી, ગાજરાવાડી સહિતના વિસ્તારમાં સુવિધા ઝંખી રહ્યા છે સ્મશાન. સુવિધાના અભાવના મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે સામાન્ય સભામાં ઉગ્ર વિરોધ કર્યો હતો.


  • સ્મશાનોની દુર્દશા

  • નિઝામપુરા, ભાયલી, વાસના, તરસાલીના સ્મશાનની દુર્દશા

  • ખાસવાડી, ગાજરાવાડી સહિતના સ્મશાનમાં છે અસુવિધા 


ભાજપના કોર્પોરેટરે જ ભાજપ શાસિત કોર્પોરેશનના મેયર અને અધિકારીઓને ઘેર્યા. ભાજપના કોર્પોરેટરોએ કહ્યું કે પાલિકાના આરોગ્ય અધિકારી ડો દેવેશ પટેલ કોર્પોરેટર સાથે યોગ્ય રીતે વાત નથી કરતાં, અપમાન કરે છે. શ્મશાનમાં અસુવિધાને લઈ ફરિયાદ કરીએ તો અપમાનજનક જવાબ આપે છે, જેને લઈ ભાજપ કોર્પોરેટર નીલેશ રાઠોડ અને ઘનશ્યામ પટેલે હવે અધિકારીઓને મારવા પડશે તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો છે. 


તો વાસના અને ભાયલી સ્મશાનમાં પણ સુવિધાના નામે મીંડુ જોવા મળ્યું. બન્ને સ્મશાનમાં અનેક મહિનાઓથી સફાઈ નથી કરવામાં આવી...મૃતદેહને ચિત્તા આપવા માટે લાકડાની સુવિધા પણ નથી અને લાકડા છે તો એવા છે કે ડાઘુઓને જાતે કાપવા પડે અને બાદમાં અગ્નિદાહ આપવાનો વારો આવે છે. ભાયલીના પૂર્વ સરપંચે કહ્યું કે શ્મશાનમાં યોગ્ય રજિસ્ટર્ડ મેન્ટેન નથી થતું. 


સ્મશાન એક એવી જગ્યા છે જ્યાં કોઈને જવાની ઈચ્છા નથી હોતી. પરંતુ જન્મ લેનારા દરેકે આજ-નહીં તો કાલે સ્મશાનમાં જવાનું જ છે. કોર્પોરેશનના અધિકારીઓએ પણ આ વાત સારી રીતે સમજવી પડશે...ત્યારે આશા રાખીએ કે અસુવિધાવાળા આ સ્મશાનમાં જલદી સુવિધા ઉભી કરવામાં આવે.