મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં ઓગણજ પાસે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવમાં બબલ રેપ પેઈન્ટીંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આખરે આ પેન્ટિંગને ગિનીસ બુકમાં સ્થાન મળ્યું છે. શતાબ્દી મહોત્સવ દરમ્યાન બબલ રેપ પેઇન્ટિંગ વલ્ડ રેકોર્ડ નોમિનેટ થયા બાદ એવોર્ડ એનાયત થયો છે. સૌથી મોટા બબલ રેપ પેઇન્ટિંગમાં પ્રમુખ સ્વામીના ચિત્ર ઉપસાવવામાં આવેલું હતું. BAPS સંસ્થા સાથે  જોડાયેલી UKની મહિલાઓ દ્વારા પેઈન્ટીંગ બનાવાયું હતું. 1052 ફિટ સ્કવેરમાં પ્રમુખ સ્વામીનું બબલ રેપ પેઈન્ટીંગ પ્રદર્શનમાં મુકાયું હતું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે અમદાવાદમાં ઓગણજ પાસે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત 600 એકરમાં પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં તૈયાર કરાયેલા સૌથી મોટા બબલ રેપ પેઈન્ટીંગને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અને હાલમાં તેના માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.



મહત્વનું છે કે, 5 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી એક મહિનો અમદાવાદના ઓગણજ વિસ્તારમાં 600 એકર જમીનમાં શતાબ્દી મહોત્સવની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી. લંડનની સિસ્ટર્સે પ્રમુખસ્વામી મહારાજનું સુંદર અને અદ્દભુત ચિત્ર તૈયાર કર્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજની બબલ રેપ પેઇન્ટિંગને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી, આવો જાણીએ આ પેઇન્ટિંગની વિશેષતાઓ.


આ પેઇન્ટિંગમાં 320થી વધુ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે..
લંડનની 141 મહિલાઓ દ્વારા 6 મહિનાની મહેનત બાદ પ્રમુખસ્વામી મહારાજનું આ બબલ રેપ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગ તૈયાર કરવામાં 7 વર્ષથી લઈને 75 વર્ષની મહિલાઓએ 6 મહિના સુધી સતત મહેનત કરી હતી. આ પેઇન્ટિંગમાં 320 થી વધુ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાંથી લગભગ 256 રંગોનો ઉપયોગ 'બાપા'નો ચહેરો તૈયાર કરવા માટે કરવામાં આવ્યો છે. 64 સ્કાયના અલગ અલગ શેડમાં ઉપયોગ લેવાયા છે.


બબલ રેપમાં લિક્વિડ વોલ પેઇન્ટના વિવિધ રંગોનો ઉપયોગ કરીને ઇન્જેક્ટ કરવામાં આવ્યા છે. દરેક બબલ ક્રમિક રીતે ક્રમાંકિત અને અલગ રંગ સાથે ઇન્જેક્ટ કરવામાં આવ્યા છે. આ રીતે 8.50 લાખથી વધુ બબલ ભરવામાં આવ્યા છે અને આ માટે લગભગ 104 બબલ શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ પેન્ટિંગ આઈટી પ્રોગ્રામ દ્વારા તૈયાર કરાયું અને બાદમાં પ્રમુખ સ્વામી મહારાજ મહોત્સવમાં લાવવામાં આવ્યું છે. આ તમામ પ્રોજેક્ટ પાછળ યુકેની મહિલા સેવિકા દેવિકા પટેલની ટીમે છેલ્લા 6 મહિનાથી 141 જેટલી મહિલાઓના સેવા લઈ બબલ રેપ પેન્ટિંગ તૈયાર કર્યું છે.


મહત્વનું છે કે, રંગને એક સિરીંજની સાથે બબલરેપમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. પહેલા ઈન્જેક્ટ કરવું ખુબ જ મુશ્કેલ હતું, પણ મહિલા સેવિકાઓની ટીમે 5 ML ના ઈન્જેક્શનથી અલગ અલગ શેડ તૈયાર કર્યા અને બબલ રેપમાં ઈન્જેક્ટ કરી દોઢ મહિના સુધી સુકાવવા દઈને આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. આ મહિલા સેવિકાની ટીમનું માનીએ તો પ્રથમ વખત મોટો પ્રોગ્રામ બાપાના શતાબ્દી મહોત્સવ પહેલા પીએમ નરેન્દ્ર મોદીનું નાનકડું સ્ટ્રક્ચર તૈયાર કરી સ્વામીઓ સમક્ષ મુક્યું હતું. અને મહંત સ્વામીની પ્રેરણા અને તેમના સદ્દગુરુ સંતોના માર્ગદર્શનથી સરળતાથી બબલ રેપ પેન્ટિંગ બનાવવામાં આવ્યું.