• ZEE 24 કલાકે આ આયશાને ન્યાય મળવો જોઈએ તે મામલે ઝુંબેશ શરૂ કરી

  • તમામ મહિલાઓનો એક જ મત હતો કે, આરોપી આરીફને સખ્ત સજા થવી જોઈએ


આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદની 23 વર્ષની આયશાના મૃત્યુ માટે જવાબદાર આરિફની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. આરિફ (ayesha arif khan) ને રાજસ્થાનના પાલીમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. જેને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મેટ્રો કોર્ટમાં રજૂ કરી 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. જેમાં તેની આકરી પૂછપરછ થશે. આયશા આત્મહત્યા કેસ (ayesha suicide case) બાદ રાજ્યભરની મહિલાઓમાં ભારે આક્રોશ છવાયો છે. તમામ લોકો જણાવી રહ્યા છે કે, આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો હલ ક્યારેય નથી. જો આપણે જીવિત રહી શકીએ તો કોઈ પણ સમસ્યાનો સામનો કરી શકીએ છીએ. 


આ પણ વાંચો : સુરતમાં આયશાવાળી થતા રહી ગઈ, રીક્ષાચાલકે મહિલાને તાપીમાં આત્મહત્યા કરતી બચાવી લીધી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોની એક જ વાત, આરીફને સજા આપો 
આયશાને ન્યાય મળે તેવી માંગણી ગુજરાતભરમાંથી ઉઠી છે. આયેશાના આપઘાતથી ગુજરાતીઓમાં દુ:ખની લાગણી છવાઈ છે. ZEE 24 કલાકે આ આયશાને ન્યાય મળવો જોઈએ તે મામલે ઝુંબેશ શરૂ કરી છે. ZEE 24 કલાકે મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી. જેમાં તમામ મહિલાઓનો એક જ મત હતો કે, આરોપી આરીફને સખ્ત સજા થવી જોઈએ. સાથે જ દહેજ પ્રથા સામે સખ્ત કાયદો લાવવા પણ મહિલાઓએ રજૂઆત કરી છે. અમદાવાદના જુહાપુરાની મહિલાઓએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આયશાના ગુનાગારોને સજા આપો. દહેજ પ્રથા બંધ કરો. આ મામલે સમાજ અને પેરેન્ટ્સે (domestic violence) હવે સમજવાની જરૂર છે. 


આ પણ વાંચો : કોણ છે આસિફ, જેનો ઉલ્લેખ આયશા અને આરીફ વચ્ચે થયેલા છેલ્લા ફોનમાં થયો હતો



આયશાના મોતના સમાચાર મળવા છતા આરીફનો પરિવાર લગ્નમાં જતો હતો 
આ આખા મામલામાં એક નવો ખુલાસો થયો છે. તે એ કે જ્યારે આઈશા મરી રહી હતી. ત્યારે આરિફ પોતાના સગા-સંબંધીઓ અને પરિવાર સાથે લગ્નમાં જવાની તૈયારી કરી રહ્યો હતો. તેને આઈશાના મૃત્યુના સમાચાર પણ મળી ગયા હતા, પરંતુ તેમ છતાં તેને કોઈપણ જાતનો અફસોસ થયો નહિ. પરંતુ તે તો લગ્નમાં સામેલ થવા તૈયાર થઈ રહ્યો હતો. પત્નીને મૃત્યુ માટે ઉશ્કેરનાર આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. 


આ પણ વાંચો : સોની પરિવારની આર્થિક સ્થિતિ એવી કંગાળ બની હતી કે, બચતમાં એક રૂપિયા પણ વધ્યો ન હતો


રાજસ્થાનના ઝાલોરમાં રહેતો આરિફ અને તેનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હતો. છતાં તેઓ દહેજના નામે આયશાના પરિવાર પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો. આરિફનો પરિવાર ઝાલોરના પોશ વિસ્તારમાં ભવ્ય મકાન અને ચાર દુકાન ધરાવે છે. આ દુકાનોમાંથી આરીફને મહિને 50 હજારની આવક મળે છે. આયશાના પતિએ વારંવાર તેના પિતા પાસેથી રૂપિયાની માંગણી કરી હતી. જેથી આયશાના પિતાએ આરીફને દોઢ લાખ રૂપિયા આપી દીધા હતા. ત્યાર બાદ પણ અવારનવાર આઈશા પાસે તેનો પતિ રૂપિયા માંગતો હતો.