ગુજરાતમાં પોલીસ અને પ્રજાનો એક જ સૂર, ‘ચુકાદો ગમે તે આવે, શાંતિ જાળવજો...’
અયોધ્યા મામલે (ayodhya verdict) સુપ્રીમ કોર્ટમાં (supreme court) ચુકાદા ને લઇ સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 10.30 કલાકે સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા (ram mandir) મામલે ચુકાદો આવનાર છે, ત્યારે ગુરુવારથી જ તમામ રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે,ગુજરાતમાં પણ એલર્ટ આપી દેવાયું છે. ગુજરાત પોલીસ (Gujarat Police) ની રજાઓ કેન્સલ કરાઈ છે અને નોકરીમાં પાછા ફરવાનો આદેશ કરાયો છે. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે વિવિધ શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
અમદાવાદ :અયોધ્યા મામલે (ayodhya verdict) સુપ્રીમ કોર્ટમાં (supreme court) ચુકાદા ને લઇ સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 10.30 કલાકે સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા (ram mandir) મામલે ચુકાદો આવનાર છે, ત્યારે ગુરુવારથી જ તમામ રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે,ગુજરાતમાં પણ એલર્ટ આપી દેવાયું છે. ગુજરાત પોલીસ (Gujarat Police) ની રજાઓ કેન્સલ કરાઈ છે અને નોકરીમાં પાછા ફરવાનો આદેશ કરાયો છે. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે વિવિધ શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
આખરે કેમ સુપ્રિમ કોર્ટે રામ મંદિર કેસ માટે આજે શનિવારનો દિવસ પસંદ કર્યો? આ રહ્યું કારણ
વડોદારના સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત
અયોધ્યા ચુકાદાના પગલે વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સવારથી જ વડોદરા ના વિવિધ વિસ્તારમાં પોલીસના જવાનો ખડકાયા છે. 2500 પોલીસ અધિકારીઓ અને જવાનો સુરક્ષા માટે સજ્જ છે. તો માંડવી વિસ્તારમાં પોલીસની ટીમ ગોઠવી દેવાઈ છે. એસઆરપીના જવાનો પણ બંદોબસ્તમાં જોડાયા છે. એસઆરપીની વધુ ત્રણ ટીમ બોલવાઈ છે. કુલ એસઆરપીની 6 ટીમ સુરક્ષા માટે તૈનાત રહેશે. વડોદરા પોલીસ કમિશનરે તમામ પોલીસના જવાનોને બંદોબસ્ત કરવા સૂચના આપી છે. વડોદરાનો ચાર દરવાજા વિસ્તાર અતિ સંવેદનશીલ વિસ્તાર છે.
206 વર્ષથી સળગતા રામમંદિરનો ચુકાદો સંભળાવનાર CJI રંજન ગોગોઈને અપાઈ Z+ સુરક્ષા
મહેસાણામાં બંદોબસ્ત
આયોધ્યા જજમેન્ટ મામલે મહેસાણામાં હેડક્વાર્ટર સહિત જિલ્લાના તમામ પોલીસ મથકમાં પોલીસ ખડેપગે રહેશે. જિલ્લાના એક એસપી સહિત 5 ડીવાયએસપી અને તમામ પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઇ ખડેપગે રહેશે. પેરા મિલિટરી ફોર્સ સહિત 3000 હજારથી વધુ પોલીસ કર્મી ખડે પગે રહેશે. સેન્સીટિવ વિસ્તારમાં ખાસ નજર રાખવામાં આવશે. પોલીસ સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર રાખશે. શાંતિ અને સુરક્ષા લોકો યથાવત રાખે, સાથે ભડકાઉ મેસેજ અને લોકોની અવગણના ના કરવા માટે અપીલ કરાઈ છે. મહેસાણા માં કોઈપણ જગ્યાએ અનિચ્છનીય ઘટના નહિ બને તેવા પ્રયાસો ખાસ કરવામાં આવ્યા છે તેવું જિલ્લા પોલીસ વડા મનીષ સિંઘે જણાવ્યું.
રાજકોટમાં પોલીસનું મોનિટરિંગ
ગઈકાલે રાત્રે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બોલાવવામાં આવી હતી. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહેરની જનતાને અપીલ કરતા જણાવ્યું કે, રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જળવાઇ રહે અને તમામ લોકો ભાયચાર તેમજ એકતાની ભાવનાથી હળીમળીને રહે તે જરૂરી છે. સવારથી જ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ શહેરમાં પેટ્રોલિંગ કરશે સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને SOG દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા મારફત ખોટા મેસેજ વાઇરલ ન કરવા પોલીસ કમિશનર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે, જેમાં પણ પોલીસની સાઇબર ક્રાઇમની એક ટીમ દ્વારા
મોનિટરીંગ કરવામાં આવશે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષની અપીલ
આવતીકાલે અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે ત્યારે આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનાર ભાજપના સ્નેહમિલન તથા અન્ય કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા કાર્યકરોને અપીલ કરાઈ છેૉ કે, વર્ષોથી આપણે સૌ રામ જન્મભૂમિ અંગેના ચુકાદાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આવતીકાલે સન્માનનીય સુપ્રીમ કોર્ટનો આ અંગે જે કંઈ ચુકાદો આવે તે ચુકાદાને સ્વીકારીને ગુજરાતમાં શાંતિ સદભાવ અને સોહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સહભાગી બનીએ. રામમંદિર માટે સુપ્રિમ કોર્ટનો જે પણ ચુકાદો આવશે તેને સ્વીકારવાનો રહેશે. ભાજપ ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવે છે. વર્ષો પછી રાહ જોયાં પછી રામજન્મભૂમિ ચુકાદો આવી રહ્યો
છે. ત્યારે ગુજરાતમાં સૌહાર્દપૂર્ણ, સદભાવનાપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોતાનો સહયોગ આપે. ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિશ્વાસ સાથે એકતા, સમરસતાનાં વાતાવરણને જાળવવાં સહભાગી બનીએ. ગુજરાતે હમેશાં શાંતિ, એકતા,વિકાસનીસાથે રહ્યું છે અને રહેશે તેવો વિશ્વાસ શ્રી વાઘાણીએ વ્યક્ત કર્યો હતો.
કોમી એખલાસ જાળવવા નમાઝ પછી દુઆ કરાઈ
દેશની વડી અદાલત દ્વારા રામમંદિર મુદ્દે દેશનો સહુથી મોટો ચુકાદો આપવામાં આવશે. ત્યારે અમદાવાદમાં ઉસ્માનપુરા ખાતે આવેલી હજરત સૈય્યદ શમ્મે બુરહાની દરગાહ પર રાષ્ટ્રીય શિયા સુફી સંઘઠન દ્વારા કોમી એખલાસ જાળવવા શુક્રવારની નમાઝ પછી દુઆનું આયોજન કરવામાં આવ્યું હતું. દુઆનાં કાર્યક્રમમાં શિયા સુફી સમાજનાં નાગરિકો જોડાયા હતા અને ચુકાદા બાદ બન્ને ધર્મનાં નાગરિકો કોમી એકલાસ જાળવી રાખે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube