ધાર્મિક કાર્યક્રમો પર પથ્થરમારો કરનારાઓ વિશે બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
baba bagheshwar : વડોદરામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન... ધાર્મિક યાત્રાઓ પર પથ્થરબાજી દેશનું દુર્ભાગ્ય છે..
Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વડોદરાની મુલાકાતે હતા. વડોદરાના શ્રીમંત એસ.વી.પી.સી ટ્રસ્ટ દ્વારા આયોજીત કાર્યક્રમમાં બાબા બાગેશ્વર પહોંચ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાંડિયાબજાર આશીર્વાદ ગણેશજીને સોનાનું સિંહાસન અર્પણ કર્યું. અંદાજે 1 કરોડના ખર્ચે તૈયાર કરાયેલું સોનાનું સિંહાસન ગણેશજીને અર્પણ કરાયુ હતુ. ત્યારે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાહેર મંચ પરથી ધાર્મક કાર્યક્રમો પર પથ્થરમારો કરનારા લોકો પર મોટું નિવેદન આપ્યું.
બાબા બાગેશ્વરે કહ્યું કે, આ લોકો રાવણના ખાનદાનના લોકો છે, રાક્ષસ વૃત્તિના લોકો છે. પથરાવ કરતા રહે છે. પરંતું હવે હિન્દુ જાગી રહ્યાં છે. હવે ભારતનો સનાતની જાગી રહ્યો છે. હવે દેશમાં આવા લોકોની ઠઠરી અને ગઠરી બંને બનશે. તો શું સનાતન ધર્મ ખતરામાં છે તેવા સવાલના જવાબમાં બાબાએ કહ્યું કે, સનાતન ધર્મ પહેલા ખતરામાં હતો, પર અબ ઉબલ ચૂકા હૈ. સનાતન ધર્મ ક્યારેય ખતરામાં ન હતો, માત્ર નિંદ્રાધીન હિન્દુ હતો. હવે તે જાગી ગયો છે. રામચરિત માનસને ફાડનાર લોકો આવનાર સમયમાં સનાતનીઓ ને આજ રીતે ફાડશે, માટે અત્યારે નહિ જાગો તો ભવિષ્યમાં તમારી પેઢી ખતરામાં આવી શકે છે.
જામનગરમાં કરુણ ઘટના : 30 વર્ષના દીકરાનું હાર્ટએટેકથી મોત, આઘાતમાં માતાનું પણ મોત
નેતાઓના નિવેદનબાજી વિશે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, તેમની વૃત્તિ થઈ ગઈ, જેવા જેના ડીએનએ, તેવા તેઓ કાર્ય કરતા રહે છે. અમે નેતાઓ પર કોમેન્ટ્સ નથી કરતા.
પાણીના ધસમસતા પ્રવાહમાં જીવ બચાવવા ઝાડ પર ચઢ્યા 13 લોકો, હજી કોઈ મદદ નથી મળી