• કોવિડ 19 મહામારીમાં બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ સામાજિક જવાબદારી નિભાવવા કર્યો નિર્ણય 

  • કોવિડ 19 મહામારીમાં જેઓએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે, તેવા સંતાનોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે


ઝી મીડિયા/બ્યૂરો :કોવિડ 19 મહામારીમાં બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (babasaheb ambedkar university) એ મોટો નિર્ણય કર્યો છે. કોરોનાકાળમાં જે વિદ્યાર્થીઓએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે તેવા સંતોનોને આગામી પ્રવેશ સત્રમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે તેવો યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવાયો છે. તેમજ જે મહિલાઓને ઘર પરિવારમાંથી રોજીરોટી કમાનાર પુરુષ તરીકે પિતા, પતિ કે દીકરો ગુમાવ્યો હોય, અને ઘરમાં કોઈ રોજીરોટી કમાનાર ના હોય તેવી માતા કે દીકરીઓને વિનામૂલ્યે પ્રવેશ (free admission) આપવામાં આવ્યો છે તેવુ પણ મેનેજમેન્ટ કમિટી દ્વારા નક્કી કરાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા બન્યા લેભાગુ ડોક્ટર, વીડિયો વાયરલ


કોને કોને ફ્રીમાં એડમિશન મળશે 
શિક્ષણની સાથે પોતાની સામાજિક જવાબદારીઓને ધ્યાનમાં રાખી બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો.અમી ઉપાધ્યાય અને કમિટી દ્વારા આ નિર્ણય લેવાયો છે. જેમાં કોવિડ 19 મહામારી (corona pandemic) માં જેઓએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે, તેવા સંતાનોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. તથા જે મહિલાઓએ ઘર પરિવારમાંથી રોજીરોટી કમાનાર પુરુષ તરીકે પતિ, પિતા કે દીકરો ગુમાવ્યા છે કે ઘરમાં કોઈ પણ રોજીરોટી કમાનાર વ્યક્તિ રહ્યું નથી તેવી માતા, દીકરીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. જેતી તેઓ પગભર થઈ શકે. 


આ પણ વાંચો : મોટો આક્ષેપ : ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના વપરાશથી ગુજરાતમાં વધ્યા મ્યુકોરમાઈકોસિસના કેસ


આ નિર્ણય હવેથી શરૂ રહેલા પ્રવેશ સત્રમાં લાગુ પડશે. ત્યારે આ બાબતમાં વધુ માહિતી માટે યુનિવર્સિટીના એડમિશન વિભાગમાં સંપર્ક કરવો તેવુ પણ યુનિવર્સિટી દ્વારા કહેવાયું છે.