• આ પ્રકારના બાળકને બચાવવાના ચાન્સ બહુ ઓછા હોય છે અને 10 માંથી ૩ બાળકો જ આવા કેસમાં બચી શકે છે

  • બાળકને ડિસ્ચાર્જ કર્યું હતું ત્યારે બાળકનું વજન 1 કિલો અને 800 ગ્રામ પર પહોંચ્યું હતું


ચેતન પટેલ/સુરત :સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં અધૂરા મહીને જન્મેલા બાળકની સારવાર કરવામાં આવી રહી છે. બાળક 700 ગ્રામ વજન સાથે પોણા 6 મહિને જન્મ્યું હતું અને ત્યારબાદ તેને સુરતની એક હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. સુરતના તબીબ દ્વારા તેની સારવાર (baby care) કરવામાં આવી હતી. ૩ મહિનાની સારવાર બાદ આખરે બાળકનું વજન પણ વધ્યું હતું, અને તે બિલકુલ સ્વસ્થ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળક જન્મે ત્યારે સામાન્ય રીતે તેનું વજન અઢી કિલોથી વધુ હોવું જોઈએ. પરંતુ કેટલાક કિસ્સાઓમાં બાળક અધૂરા માસે જન્મે છે અને તેનું વજન ઓછું હોવાથી તેના સ્વાસ્થ્ય પર અસર પડે છે. કેટલાક કિસ્સાઓમાં બાળકને બચાવવું પણ મુશ્કેલ થઈ જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતના વરાછા રોડ પર આવેલી ધી નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં પોણા 6 મહિને જન્મેલા એક બાળકને સારવાર માટે લાવવામાં આવ્યું હતું. બાળક જન્મ્યું (new born baby) ત્યારે તેનું વજન માત્ર 700 ગ્રામ (new born baby weight) જેટલું હતું. બાળકને બચાવવું ત્યારે ખુબ જ અધરું હતું. હોસ્પિટલના ડો. નિકુંજ પઢશાળા દ્વારા બાળકની સારવાર  કરવામાં આવી હતી. અંદાજિત ૩ મહિના સુધી બાળકની સારવાર ચાલી હતી અને આખરે બાળક સ્વસ્થ થયું છે. બાળકને ડિસ્ચાર્જ કર્યું હતું ત્યારે બાળકનું વજન 1 કિલો અને 800 ગ્રામ પર પહોંચ્યું હતું. ડો. નિકુંજે જણાવ્યું કે, આ પ્રકારના બાળકને બચાવવાના ચાન્સ બહુ ઓછા હોય છે અને 10 માંથી ૩ બાળકો જ આવા કેસમાં બચી શકે છે. પરંતુ અમારી મહેનત રંગ લાવી હતી. અને આખરે બાળક સારવાર લઈને સ્વસ્થ થયું છે. 


આ પણ વાંચો : ગુજરાતમાં આજથી બીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન શરૂ, 3.3 લાખ કોરોના વોરિયર્સ રસી લેશે 


પોતાનું સંતાન અધૂરા માસે જન્મ્યું હોય અને બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય ત્યારે સ્વાભાવિક છે કે માતા-પિતા ચિંતામાં હોય. ત્રણ મહિના બાદ માતાપિતાએ સંતાનનો હરખ લીધો હતો. આખરે તેમનુ બાળક સ્વસ્થ થયું. જેથી આખા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. માતાની આંખમાં હરખના આંસુ હતા. અને બાળકના પિતાએ જણાવ્યું હતું કે, આજદિન સુધી સાંભળ્યું હતું કે ડોક્ટર ભગવાનનું રૂપ છે. પરંતુ આજે તે જોઈ પણ લીધું. માતા-પિતાએ બાળક સ્વસ્થ થતા હોસ્પિટલના તબીબ અને સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. 


આ પણ વાંચો : પ્રેમીએ વારંવાર શરીર સુખ માણીને છોડી દીધી, સાત પાનાની સ્યૂસાઈડ નોટ લખી વિદ્યાર્થીનીની આત્મહત્યા