દરેક વાલી ખાસ વાંચે આ ખબર! ધોરણ-5માં ભણતી દીકરી ઈન્સ્ટાગ્રામના પ્રેમી સાથે ભાગી ગઈ
Bachpan Ka Pyaar : વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો, જો સંતાનોને સ્માર્ટફોન આપ્યો છે આ કિસ્સો જરૂર જાણી લો... 10 વર્ષની બાળકીને પ્રેમ થઈ જતા ઘર છોડીને ભાગી ગઈ... ભાગવા માટે અપહરણનું નાટક પણ રચ્યું
Alert For Parents : જ્યાં સુધી મોબાઈલ જેવી વસ્તુઓ ન હતી, ત્યાં સુધી ટેન્શન હતું. પરંતુ જો તમે તમારા સંતાનોના હાથમાં સ્માર્ટફોન આપ્યો છે તો તમારે હવે સાવચેત રહેવાની જરૂર છે. અભ્યાસ છોડીને સ્માર્ટફોનમાં ભર્યા રહેતા સંતાનો હવે હાથમાંથી છૂટી રહ્યાં છે. માનવામાં ન આવે તેવો કિસ્સો ગુજરાતના એક નાનકડા શહેરમાં બન્યો છે. કક્કો-બારાખડી લખવાની ઉંમરે 10 વર્ષના બાળકો પ્રેમમાં પડીને ભાગી જાય છે. આ ઘટનાથી દરેક માતાપિતાએ વિચારવાની જરૂર છે.
સોશિયલ મીડિયા પર સગીરો વચ્ચે પાંગરેલા પ્રેમ અને તેના આવેલા અંજામનો કિસ્સો હાલ તો અરવલ્લીમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે. માતા પાસેના સ્માર્ટફોનનો ઉપયોગ કરી સગીરા અને બંને બહેનોએ સાત જેટલા સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવ્યા હતા. જેમાંથી બે અકાઉન્ટ એક્ટિવ હતા. સોશિયલ મીડિયા અકાઉન્ટથી જ સગીરાને પ્રેમ થયો અને તેણે ઘરેથી ભાગી જવા જેવું પગલું ઉપાડ્યું. આ કિસ્સો વાલીઓ માટે ગંભીર ચેતવણી સમાન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 31 ડિસેમ્બરના રોજ શ્રમજીવી પરિવારની ધોરણ 5માં ભણતી એક બાળકીના અપહરણના સમાચાર સામે આવ્યાહ તા. પોલીસે ગુનાની ગંભારતા પારખીને બાળકીને શોધવા માટે તપાસ હાથ ધરી હતી. ટેકનોલોજી અને હ્યુમન સોર્સના આધાર પર બાળકીને શોધવાની કવાયત હાથ ધરાઈ હતી. આખરે બાળકી મળી આવી હતી, પરંતું બાળકી પાસેથી જે હકીકત જાણવા મળી તે સાંબળીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
ધોરણ-5 માં ભણતી બાળકીએ કહ્યું કે, તેનું અપહરણ નહોતુ થયું. શ્રમજીવી પરિવારની ધોરણ 5 માં ભણતી દીકરીના ઘેર એન્ડ્રોઈડ ફોન હોવાથી તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. જેના થકી તેનો સંપર્ક ગામના એક કિશોર સાથે થયો હતો. બાળકીને આ સગીર સાથે પ્રેમ થઈ ગયો હતો, અને બંનેએ એક તાંતણે બંધાવાનુ નક્કી કર્યું હતું.
ગજબ છે ને! આ 5 પાત્રો રામાયણ અને મહાભારત બંનેમાં છે, બંને કાળમાં હાજર હતા
આ માટે કિશોર અને બાળકીએ મળીને આખુ તરખટ રચ્યુ હતું. સગીર પ્રેમીએ ત્રાહિત કિશોરી મારફતે ગામમાંથી જ તેનું અપહરણ કરાવ્યું હતું. અપહરણની ઘટના સામે આવતા માતાપિતા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. અને ધનસુરા પોલીસે ગણતરીના કલાકોમાં બાળકીને શોધી કાઢી હતી. બંને માસુમ હોવાથી કિશોરને મહેસાણા ઝોનલ ઓર્બઝર્વેશન હોમ કમ પ્લેસ ઓફ સેફ્ટી હોમ ખાતે મોકલી દેવાયો હતો.
પરંતું આ ઘટના ગંભીર છે. માતાપિતા માટે એલાર્મિંગ છે. જો તમારા ઘરમાં પણ સંતાનો મોબાઈલમાં રચ્યાપચ્યા રહે છે, તો સાવધાન રહેજો. યુવા પેઢીને ટેકનોલોજીનું વળગણ લાગી રહ્યું છે અને આ વળગણ અતિજોખમભર્યું બની રહ્યું છે.
છાતી ઠોકીને હાર્દિક પટેલનો મોટો દાવો, ગુજરાતને વધુ એક જિલ્લાના આપ્યા સંકેત