ગાંધીનગર : ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો જ નથી છોડી રહ્યો. ઉનાળામાં વરસાદ આવી ચુક્યો છે, હવે શિયાળામાં પણ વરસાદ આવી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલની આગાહી મોટે ભાગે હવામાન અંગેના તારણો સચોટ હોય છે. તેવામાં જો ફરી કમોસમી વરસાદ આવે તો ખેડૂતોની સ્થિતિ વધારે કફોડી બની શકે છે. ]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેમમાં પડેલા યુવક યુવતી કેનાલનાં કિનારે બાળક સાથે એવું કરતા મળી આવ્યા કે...


આગામી દિવસોમાં માવઠું થવાની શક્યતા છે. 2022માં પશ્ચિમની વિક્ષેપની અસર તળે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હીમ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેતા દિલ્લી પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અને ગુજરાત સુધીના ભાગોમાં હવામાનમાં પલટો આવે અને કમોસમી વરસાદ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના ભાગો જેવા કે બનાસકાંઠા પંચમહાલ મહેસાણા અને કચ્છ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, ઝાલાવાડના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કમોસમી વરસાદની શક્યતા છે. કોઈ કોઈ ભાગોમાં વધુ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. 


SURAT માં ખલનાયક બનેલા બે યુવાનોને પોલીસે મારી મારીને મોર બનાવી દીધા


અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજના લીધે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વત્તા-ઓછા વરસાદ થઈ શકે છે. માવઠુ જાન્યુઆરી તારીખ 4થી 7 વચ્ચે થવાની શક્યતા છે. 10 જાન્યુઆરી સુધી હવામાનમાં પલટો રહી શકે છે. ત્યાર બાદ માવઠા થતા જ રહે અને 15 જાન્યુઆરી પછી પણ હવામાનમાં પલટો આવી શકે વાદળવાયુ અને ઠંડીનો ચમકારો રહે તેવી શક્યતા છે. 21 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ઘણા પલટા આવે તેવી શક્યતા છે. કમોસમી વરસાદના લીધે મસાલાના પાકો, જીરા જેવા પાકો અને શાકભાજીના પાકોમાં હવામાનની વિપરીત અસર પડી શકે છે. કપાસ અને દિવેલાના પાકમાં પાન સુકાવાની શક્યતા રહી શકે છે. ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલા લેવા જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube