સુરત : શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “ NO DRUGS IN SURAT CITY” અભિયાન ચાલુ કર્યું છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહ્યા છે. શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, ઈ-સીગરેટ તથા ઈ હુક્કાનુ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના સેવનના કારણે યુવાધન નશાખોરીના રવાડે ચઢી પોતાના આરોગ્યને જોખમમાં મુકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વારકામાં રાહુલ ગાંધીએ 130 રૂપિયાની કાઠિયાવાડી થાળી ખાધી, આ શાક સૌથી વધારે પસંદ આવ્યું


ભારત સરકાર દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, ઈ-સીગરેટ તથા ઈ-હુક્કાના સેવન અને વેચાણ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જેથી આવા રી-ટેઇલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતાઓને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરે સુચનાઓ આપેલી છે. તે અનુસાર એસ.ઓ.જી. આવા લોકોને શોધવા માટેનું કામ કરી રહ્યું છે. સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવા પ્રકારની ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, ઈ-સીગરેટ તથા ઈ-હુક્કાનુ વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડકટ્સના હોલસેલ દુકાનદારો ઉપર વોચ રાખવા એસ.ઓ.જીની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. 


GUJARAT CORONA UPDATE: 230 નવા કેસ, 491 સાજા થયા, 2 ના મોત


જે ટીમો દ્વારા આવા વિક્રેતાઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી. પોલીસ દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. બાતમી મળી કે, અઠવા ભાગા તળાવ પાણીની ભીંત પાસે જુના કોંગ્રેસ હાઉસની સામેના મકાનમાં એમ.એસ.કલેક્શન “નામની દુકાનમાં ઇલેક્ટ્રીક સામાન વેચવાની આડમાં ઇ-સિગારેટનુ વેચાણ કરે છે. જે બાતમી આધારે ટીમે દરોડા પાડીને શાબીર અબ્દુલરઉફ રવાણીને ઝડપી પાડ્યો હતો. તેની દુકાનમાં રાખેલ ઇલેક્ટ્રીક સામાન, ઘડીયાળના બોક્સની પાછળ સંતાડી રાખેલ (૧) "SMOK VAPE PEN-22 “ કંપનીની પ્લાસ્ટીકના બોક્સમાં પેક કરેલ ઇ-સિગરેટ ચાર્જર કેબલ સાથેની ઇ-સિગરેટના બોક્સ કુલ નંગ-૧૦૯ (૨) “ISTICK PICO" કંપનીની પ્લાસ્ટીકના બોક્સમાં પેક કરેલ ઇ-સિગરેટ ચાર્જર કેબલ સાથેની ઇ સિગરેટના બોક્સ કુલ નંગ-૮૫ (3) “2500 PUFFS YUOTOXXL” કંપનીની પ્લાસ્ટીકના બોક્સમાં પેક કરેલ ઇ-સિગરેટના બોક્સ કુલ નંગ-૧૫ (૪) ઇ-સિગરેટની બેટરી-સેલ નંગ ૮૫ તથા (૫) “AL-FAKHR VAPE JUICE” કંપનીની અલગ-અલગ ફ્લેવરની ૧૫ એમ.એલ.ની બોટલ નંગ-૨૦૦, ૧,૨૪,૭૫૦/-ની તથા મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૭૪,૭૫૦/-મતાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.


કાકાએ જમીન વેચીને મોટા ભાઇના પુત્રને ભાગ નહી આપતા એવો કાંડ કરી નાખ્યો કે...


જેથી આ યુવાધન બરબાદ થતુ અટકાવવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુદ્રઢ રીતે જળવાઈ રહે તે માટે પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવેલ સખ્ત સુચના મુજબ આવનારા સમયમા સુરત શહેરમાં આવેલ તમામ પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ ડ્રિસ્ટીબ્યુટરો ઉપર વોચ ગોઠવી તેમના દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, ઈ-સિગરેટ, ઇ-હુક્કા કે આવી કોઈ અન્ય પ્રોડક્ટનુ વેચાણ થતું હશે તો તેમના ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube