દિનેશ ચંદ્રવાડીયા, ઉપલેટાઃ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ખરાબ રોડથી પરેશાન લોકોએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા લોકોએ ગણતંત્ર પર્વ પર વિરોધ કર્યો હતો. ધોરાજી શહેરમાં લોકોને પ્રાથમિકતા એવા રોડ રસ્તા બનાવવાની માંગ સાથે ધોરાજીના રામપરા વિસ્તારના લોકોએ અનોખો વિરોધ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં ધોરાજીના રામપરા વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે ધોરાજી નગર પાલિકા દ્વારા છેલ્લા 70 વર્ષ જેટલા સમયથી આ વિસ્તારના રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ રોડ બનાવવાની માંગ સાથે રસ્તા પર બેસી જઈને રામધૂન બોલાવીને અનોખી રીતે વિરોધ કર્યો હતો. જે રીતે ધારાસભ્ય લલિત વસોયા અને નગરપાલિકા પ્રમુખને સ્થાનિકોએ અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કોઇ નક્કર કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકો આખરે રોષે ભરાયા હતા. 




તેમજ જો આ રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube