ઝી બ્યુરો/વડોદરા: ગુજરાતના લોકોને ભ્રષ્ટ તંત્રના પાપે માત્ર સમસ્યાઓ જ વેઠવાનો વારો આવી રહ્યો છે. ચોમાસામાં વરસાદી પાણીને કારણે સમસ્યા, ચોમાસા પછી હવે ખખડી ગયેલા રોડની સમસ્યા...ચંદ્રની સપાટી જેવા ગુજરાતના રોડ પર વાહનચાલકો પોતાની કમર તોડાવી રહ્યા છે. બીજી તરફ ગુજરાત સ્ટોન ક્વોરી એસોસિએશન હડતાળ પર ઉતરતાં હવે ખાડા કેવી રીતે પુરાશે તે પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે જુઓ ગુજરાતમાં હાલાકી, સમસ્યા અને મુશ્કેલીનો આ અહેવાલ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્જાયું શક્તિશાળી વાવાઝોડું! શું ગુજરાતમાં અસર થશે? 215 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન


ગુજરાતના બે મોટા મહાનગરોમાં રોડની સ્થિતિ કેવી વિકટ છે? રોડ પર એટલા મોટા અને એવા ખાડા પડ્યા છે કે સમજાતું નથી કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ? હવે આવા ખાડામાં વાહનો અને વાહનચાલકની દશા શું થાય? ગુજરાતીઓનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર નવરાત્રિ આવી ગઈ છે. પરંતુ રોડનું રિપેરિંગ કરવામાં તંત્ર ફેઈલ ગયું છે...ત્યાં હવે ક્વોરી ઉદ્યોગ પણ હડતાળ પર ઉતરી ગયો છે. કપચી બનાવતા આ ઉદ્યોગની હડતાળથી હવે રોડનું સમારકામ થશે તે પ્રશ્ન છે. 


કોઈ યુવતીની છેડતી કરતાં વિચારજો! આ રીતે ચણિયાચોળીમાં ઘૂમતાં ઘૂમતાં ત્રાટકશે SHE ટીમ


વડોદરા જેના શાસકો અને અધિકારીઓ હંમેશાથી વગોવાયેલા છે. એ વડોદરા શહેરમાં સમસ્યાઓની ભરમાર છે. વાત શહેરને ડૂબાડવાની હોય કે પછી આવા ખરાબ રસ્તા આપવાની...આ શહેરનું તંત્ર હંમેશાથી આગળ પડતું રહ્યું છે. ચોમાસા પછી પાણી ઓસર્યા અને ત્યારપછી હાલ ખાડાઓનું સામ્રાજ્ય જોઈ શકાય છે. મારેઠાથી માણેજા તરફ જતો સર્વિસ રોડ સાવ ખખડી ગયો છે. દિવસે ડાન્સ કરાવે તેવા શહેરના આ રોડથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. 


નાપાક પાકિસ્તાનનો એક પાક બંદો! દુબઈમાં ગુમ થયેલું ગુજરાતીનું હીરાનું બ્રેસલેટ પાછું


  • બિસ્માર રોડ 

  • રોડ પર ખાડા

  • ખાડામાં રોડ?

  • તંત્રના પાપે માઠી દશા

  • રોડ રિપેરિંગ ક્યારે?

  • ડાન્સ કરાવતાં રોડ

  • ખાડાનું સામ્રાજ્ય 

  • લોકો ત્રાહિમામ

  • જનતા ત્રસ્ત, તંત્ર મસ્ત


મુકેશ અંબાણીના રસોઈઓ અને સિક્યુરિટી ગાર્ડને કેટલો મળે છે પગાર? જાણીને ચોંકી જશો


શહેરીજનોનું માનવું છે કે વડોદરાના સત્તાધિશો શહેરીજનોને સુવિધા આપવામાં ટોટલી ફેઈલ સાબિત થયા છે. અવાર નવાર ખાડા પડે છે પણ કોઈ જ તંત્ર દ્વારા થતું નથી. વડોદરામાં જનતા ત્રસ્ત છે, પરંતુ તંત્ર જાણે મસ્ત છે. રોડ રિપેરિંગના વાયદાઓ પર વાયદા વડોદરાના સત્તાધિશો કરી રહ્યા છે. હવે વધુ એક વાયદો સ્ટેન્ડિંગ ચેરમેને કર્યો છે કે, પહેલા ત્રણ નોરતામાં શહેરમાં પડેલા તમામ ખાડા પુરી દઈશું. 


બિલ્ડર ફ્લેટનું સમયસર પઝેશન ના આપે તો તમારી પાસે છે આ અધિકાર, આ કાયદાનો સહારો લો


વડોદરા પછી વાત રાજકોટની કરીએ...તો રાજકોટની માધાપર ચોકડીના પોશ વિસ્તાર બિસ્માર સ્થિતિમાં છે.. ખરાબ રોડથી પોશ વિસ્તારના લોકો ત્રાહિમામ છે, વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે. રાજકોટમાં તુટેલા રોડથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે, તો કોંગ્રેસને સત્તા પક્ષનો વિરોધ કરવાનો એક મુદ્દો મળી ગયો છે. રાજકોટ કોંગ્રેસે ભાવનગર હાઈવે પર ત્રંબા ગામે ખરાબ રોડ પર ભાજપના ઝંડા લાવી વિરોધ કર્યો.


₹1 લાખના બની ગયા ₹42 લાખ, 4 વર્ષમાં આ કંપનીએ આપ્યું 4000% નું રિટર્ન


બન્ને મહાનગર સહિત ગુજરાતના અનેક શહેરમાં રોડ તુટી ગયા છે. તંત્ર ક્યારે ખાડા પુરે તે નક્કી નથી ત્યાં ખાડા પુરાવવામાં વિલંબ થાય તેવા સમાચાર ગુજરાત સ્ટોન ક્વોરી એસોસિએશને આપ્યા છે. કારણ કે આ એસોસિએશને પોતાની પડતર માગણીઓને લઈ પ્રોડક્શન બંધ કરીને હડતાળ પાડી છે. પ્રજાના પૈસાનો વેડફાટ કરીને પોતાના ખિસ્સા ભરતાં સત્તાધિશો અને ભ્રષ્ટ અધિકારીઓ પ્રજાને ક્યારે સુવિધા આપે છે તે જોવું રહ્યું.