મહેસાણા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં તમાકુના વેચાણ પર છે “NO ENTRY”, 25 વર્ષથી પ્રતિબંધ

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું બાદરપુર ગામ આ ગામમાં અંદાજિત 5000 થી વધુ લોકો વસવાટ કરે છે. આ ગામમાં છેલ્લા 25 વર્ષથી તમાકુનો ઉત્પાદન કરવું તમાકુનું વેચાણ અને તમાકુ ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તેજસ દવે/મહેસાણા: મહેસાણા જિલ્લામાં એક એવું ગામ આવેલું છે, જે ગામમાં છેલ્લા 25 વર્ષથી તમાકુના ઉત્પાદન તમાકુનું વેચાણ અને તમાકુ ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા આ ગામમાં 25 વર્ષ પહેલા સર્વાનુંમતે ઠરાવ કરી તમાકુ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ગામમાં કોઈપણ દંડની જોગવાઈ વગર જ સંપૂર્ણપણે તમાકુના પ્રતિબંધ પર અમલ થઈ રહ્યો છે. કયું છે આ ગામ અને કેમ આ ગામમાં તમાકુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મહાકુંભમાં થયેલી નાસભાગમાં ગુજરાતના એક સહિત 30 શ્રદ્ધાળુના મોત, 60 ઘાયલ
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું બાદરપુર ગામ આ ગામમાં અંદાજિત 5000 થી વધુ લોકો વસવાટ કરે છે. આ ગામમાં છેલ્લા 25 વર્ષથી તમાકુનો ઉત્પાદન કરવું તમાકુનું વેચાણ અને તમાકુ ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાદરપુર ગ્રામ પંચાયત દ્વારા 2001માં સરવાનું મતે ઠરાવ કરી ગામની અંદર તમાકુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેનો આજે પણ ગ્રામજનો ચુસ્તપણે પાલન કરી રહ્યા છે.
ડંકાની ચોટ પર આ તારીખો લખી રાખજો! અંબાલાલની આ આગાહી સાચી પડી તો..! ગુજરાતમાં મહાખતરો
આ ગામમાં તમાકુ પર પ્રતિબંધ મૂકવાનું મુખ્ય કારણ એ યુવા પેઢી વ્યસન તરફ ન મળે અને પોતાનું જીવન ખરાબ ન કરે અને આ પ્રતિબંધ મૂક્યા બાદ ગ્રામજનો અને દુકાનદારો સ્વયંભુ આ નિયમનું પાલન કરી રહ્યા છે. તમાકુ વેચાણ બંધ કર્યા બાદ ધંધા અને વ્યાપારમાં કોઈ જ નુકસાન ન થયું હોવાની વાત દુકાનદાર કરી રહ્યા છે અને આ ગામથી પ્રેરણા લઈ અન્ય ગામો પણ આ પ્રકારે તમાકુના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકે તો આવનારી યુવાપેઢી તમાકુના વ્યસન તરફ નહીં મળે તેવું જણાવી રહ્યા છે.
ગુજરાતનો ટેબ્લો દેશમાં ફરી નંબર-1...પ્રજાસત્તાક પર્વની પરેડમાં સળંગ ત્રીજી જીત!
બાદરપુર ગામમાં 1997 માં એવી કેટલીક દુઃખદ ઘટનાઓ બની હતી આ તમાકુના વ્યસનના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યો હતો આ ઘટના બાદ પંચાયત દ્વારા ગ્રામસભા યોજી તમાકુ પર પ્રતિબંધ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં ગ્રામજનોએ તેને આવકાર્યો હતો. ત્યારબાદ પંચાયતમાં સર્વાનુમતે 2001માં ઠરાવ કરી તમાકુના ઉત્પાદન વેચાણ અને તેના ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધ લાવ્યા ત્યારે પંચાયત દ્વારા તમામ દુકાનદારો પાસેથી રહેલ તમાકુ ના માલ ને ખરીદી કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. જેથી દુકાનદારોને પણ તે સમયે કોઈ નુકસાન ન જાય અને ગામ વચ્ચે તમાકુનો નાશ કરી લોકોને તમાકુ ન ખાવા અપીલ પણ કરાઈ હતી.
શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો! અ'વાદમાં શિક્ષકે વિદ્યાર્થીનીને બનાવી હવસનો શિકાર
આજે પણ બાદરપુર ગામમાં કોઈપણ વ્યક્તિ તમાકુનું ઉત્પાદન નથી કરી રહ્યો કે નથી તેનું વેચાણ કરી રહ્યો પંચાયત દ્વારા જે તમાકુ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો તેનો કોઈપણ દંડ વગર હાલમાં ગ્રામજનો તેનું પાલન કરતાં જોવા મળી રહ્યા છે અને આ ગામમાં સહકારી અને સ્થાનિક આગેવાનો ની વરણી પણ નિર્વ્યસની વ્યક્તિ હોય તેની જ કરવામાં આવે છે ગામનો એક નિયમ છે જે તમાકુનું વ્યસન નથી કરતો તેને જ પંચાયત અને તાલુકા પંચાયતમાં સભ્ય પદે રહી શકે છે.
ગુજરાતની બે મોટી ઘટના! મહેસાણા અને વડોદરામાં ભણતી યુવતીઓએ આણ્યો જિંદગીનો અંત
બાદરપુરના ગ્રામજનો છેલ્લા 25 વર્ષથી તમાકુ પર પ્રતિબંધ મૂકી તેનું પાલન કરી તમાકુ વિહોણું ગામ બનાવી જાણ્યું છે અને અન્ય ગામોને પણ પ્રેરણા આપી રહ્યું છે. બાદરપુર ગામથી પ્રેરણા લઈ અન્ય ગામો પણ તમાકુના ઉત્પાદન વેચાણ અને ખાવા પર પ્રતિબંધ મૂકે તો આવનારી યુવા પેઢીને આપણે એક સ્વસ્થ જીવન આપી શકીએ અને આ જીવલેણ વ્યસનો થી દુર રાખી શકીએ તેમ કહીએ તો નવાઈ નહીં.