Rajkot News : અવાર નવાર પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેતા બાગેશ્વર ધામના પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ગુજરાતમાં લાગશે. રાજકોટમાં બાબા બાગેશ્વરનો ભવ્ય દિવ્ય દરબાર ભરાનાર છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આ લોક દરબાર યોજાશે. આગામી 1 અને 2 જુનના રોજ બાબા બાગેશ્વરનો દરબાર રાજકોટમાં યોજાનાર છે. તેના માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રેસકોર્સ મેદાનમાં લાખોની મેદની ઉમટે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri)ની ચર્ચા આ સમયે દેશભરમાં થઈ રહી છે. તેમની પ્રસિદ્ધિ ચારે દિશામાં ફેલાઈ રહી છે. માત્ર 26 વર્ષની ઉંમરમાં કરોડો લોકોને ભક્ત અને પ્રભુના પ્રેમ અને ભક્તિમાં પાગલ બનાવી ચુકેલા બાગેશ્વર બાબાની સામે મોટા-મોટા વીઆઈપી અને નેતા-મંત્રી માથુ ઝુકાવી ઉભા રહે છે. આ કારણ છે કે તેમના જીવન વિશે જાણવામાં લોકોને ખુબ રસ છે. થોડા સમય પહેલાં તેમણે પોતાના જીવનની ઘણી મોટી અને રસપ્રદ વાતોનો ખુલાસો કર્યો છે. 


આ લોકો માટે પાટીદાર સમાજે બંધ કર્યા દરવાજા, વર્ષોનો વિવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો


જાણો કોણ છે ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ 15 વર્ષની ઉંમરથી જ જાણીતો થઈ ગયો..અને ધીરુથી ધીરેન્દ્ર શાસ્ત્રી બની ગયા. મધ્ય પ્રદેશનાં છતરપુર જિલ્લાના ગઢા ગામમાં 1996માં જન્મેલા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મૂળ નામ ધીરેન્દ્ર ગર્ગ છે. તેમનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો, તેના પિતા ગામમાં પુરોહિતનું કામ કરતા હતા. ધીમે ધીમે ધીરેન્દ્ર કથા કરવા લાગ્યા અને તેમની કથામાં લોકોને રસ પડતો. 2009માં તેણે પાડોશના ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું અને તે જાણીતા થઈ ગયા. તેમની કથામાં હજારો લોકો આવે છે. જો કે તેણે મનની વાત જાણી લેવાના દાવા કરીને વિવાદો પણ સર્જયા છે. તેમના પર ઢોંગી હોવાના આક્ષેપ પણ કરાયા છે.


ગરમી વચ્ચે ગુજરાતના લોકોના માથે મોટું સંકટ, આટલા પાણીમાં ઉનાળો કેવી રીતે નીકળશે?


કેટલી સંપત્તિના સ્વામી છે બાગેશ્વર બાબા?
બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમની સંપત્તિને લઈને ઘણીવાર સવાલ કરવામાં આવી ચુક્યા છે કે તેમની કમાણી કેટલી છે? તેનો જવાબ આપતા બાગેશ્વર ધામના પ્રમુખે કહ્યુ- અમારી કોઈ ફિક્સ આવક નથી, કારણ કે અમારી કોઈ કંપની કે બિઝનેસ નથી. અમારી પાસે કરોડો સનાતનિઓનો પ્રેમ, લાખો કરોડો લોકોની દુવાઓ અને અનેક સંતોના આશીર્વાદ છે, બસ આટલી અમારી કમાણી છે. 


અમેરિકા જતા ગુજરાતીઓને હવે ટેન્શન લેવાની જરૂર નથી, પાટીદારો કરશે આ મદદ


બાબાની સંપતિ
રિપોર્ટ પ્રમાણે બાબાની દર મહિને કમાણી આશરે 3.5 લાખ રૂપિયા છે. પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. બાબાની પાસે એક જૂનુ ઘર છે. બાબાની પાસે એક ગદા અને એક પ્યાલો છે જે તે હંમેશા પોતાની સાથે રાખે છે.