સુરતમાં આવતીકાલથી બાગેશ્વર ધામનો બે દિવસીય દિવ્ય દરબાર યોજશે, જાણો કેવો છે કાર્યક્રમ અને પોલીસ વ્યવસ્થા
Bageshwar Baba: લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં શહેરભરમાંથી લાખો લોકો આવે તેવી પૂર્ણ શક્યતા છે એક અંદાજ મુજબ બે દિવસ ચાલનારા દિવ્ય દરબારમાં બે લાખ કરતા વધુ લોકો આવશે.
પ્રશાંત ઢીવરે/સુરત: બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે તેઓ હાલ દેશભરમાં હિન્દુ સંત તરીકે સૌથી વધારે ચર્ચામાં આવેલા યુવા સંઘ છે. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જે રીતે દરબાર ભરે છે અને જે પરચી ફાડીને જવાબ આપે છે તેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સુકતા છે તે જોવા અને જાણવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહે તેવી પૂર્ણ શક્યતા છે. જેને લઈને વહીવટી તંત્ર અને ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
મોદી સરકારના 9 વર્ષ પર મંત્રીઓની થશે કસોટી, 160 લોકસભા સીટનો મળ્યો 'ટાર્ગેટ'
લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં શહેરભરમાંથી લાખો લોકો આવે તેવી પૂર્ણ શક્યતા છે એક અંદાજ મુજબ બે દિવસ ચાલનારા દિવ્ય દરબારમાં બે લાખ કરતા વધુ લોકો આવશે. માત્ર સુરત શહેરના જ નહીં પરંતુ અન્ય શહેર અને અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી પણ આવવાની શક્યતા છે. તાપી જિલ્લાના આદિવાસી ઓપન આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી ચર્ચા ચાલી રહી છે. પરિણામે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદની અગાહી! વીજળીના કડાકા સાથે આ વિસ્તારોમાં પડશે
દેશી પી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે બે દિવસના આયોજન દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર રહેવાના હોવાથી પોલીસ બંદોબસ્તની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેમાં DCP-2, ACP-4 સહિત 400 પોલીસ જવાન, 14 પીઆઈ, 30 PSI, 480 પોલીસ, 680 હોમગાર્ડના જવાનો તૈનાત કરાશે.
સૌરાષ્ટ્રમાં મોટા ઉલટફેર; પાટિલ બગડ્યા! રૂપાણીના ખાસ ગણાતા કમલેશ મીરાણી પણ ઘરભેગા
ટ્રાફિકની સમસ્યા પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અલગથી ટ્રાફિક પોલીસ સહિત TRBના જવાનો તૈનાત કરવામાં આવશે. સુરત જિલ્લા સહિત અલગ અલગ જિલ્લા અને અન્ય રાજ્યમાંથી બે લાખથી વધુ લોકો દિવ્ય દરબારમાં આવે તેવી શક્યતા છે.
અમિત શાહના ખાસ નેતાને પાટીલે બધાની વચ્ચે ખખડાવ્યા, લઈ લીધો ઉધડો