અમદાવાદ: પોતાના નિવેદનનો કારણે અહેવાલોમાં રહેતા બાગેશ્વરધામના પીઠાધીશ્વેર ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઓડિશામાં થયેલા ટ્રેન દુર્ઘટના વિશે એક નિવેદન આપ્યું છે. વડોદરામાં આયોજિત દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જમાવ્યું હતું કે આ દુ:ખદ ઘટના છે. હું સૌથી પહેલા ઘાયલ થયેલા લોકોને જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીશ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલ દુર્ઘટના પર જ્યારે મીડિયાના સવાલનો જવાબ આપતા બાગેશ્વરધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે મને અનિષ્ટના સંકેત મળે છે. તેમણે જણાવ્યું કે, તેના વિશે જાણવું અલગ વાત છે અને તેને ટાળવું અલગ વિષય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું પણ જણાવ્યું કે ભગવાન કૃષ્ણને પણ ખબર હતી કે મહાભારત થશે, પરંતુ તેઓ રોકી શક્યા નહોતા.


પવન પુત્રનો ભક્ત છું
ધીરેન્દ્ર શાસ્ત્રીએ વડોદરામાં દિવ્ય દરબારમાં જણાવ્યું હતું કે, એક પત્રકારે મને સવાલ કર્યો હતો કે તમારી પાસે રહેલી શક્તિ કોઈ મોટી ઘટનાને સંકેત આપી શકે છે? ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેના જવાબમાં જણાવ્યું હતું કે, માય ડિયર યસ, ઘટના વિશે જાણવું અને તેને બચાવવું બે અલગ અલગ વાો છે. ભગવાન કૃષ્ણ પણ જાણતા હતા કે મહાભારત થશે, પરંતુ તે રોકી શક્યા નહોતા. અમારી શક્તિ જણાવે છે કે હવાની ગતિ જેટલી વધારે હશે, સિગ્નલ તેટલું જ વધુ સમય સુધી પ્રાપ્ત કરી શકાય છે. હું રાષ્ટ્રહિત માટે સેવા કરતો રહીશ. 


બાગેશ્વરધામ સરકારે વધુમાં જણાવ્યું કે, પછી ભલે કોઈ આંતકી હુમલો હોય, કે કોઈ ગુપ્ત મામલો હોય, હું મારી શક્તિનો ઉપયોગ દેશ માટે કરતો રહીશ. તેમણે જણાવ્યું કે, મને એટલી જ ગતિના સંકેત મળે છે, જેટલી ગતિ પવનની હોય છે, કારણ કે હું પવનપુત્રનો ભક્ત છું.


વૈજ્ઞાનિકો પણ આવે છે અમારી પાસે
ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, કોઈ વૈજ્ઞાનિક કોઈ ભૂવૈજ્ઞાનિક અમારી પાસે ચોરી છૂપાઈને આવે છે, રોયા વગર તો બાળકને પણ કોઈ દૂધ પીવડાવતું નથી, એટલા માટે જ્યાં સુધી કોઈ અમારી આવતું નથી, બાલાજીને અરજી આપતું નથી, ત્યાં સુધી હું કોઈની સામે કંઈ પણ કહી શકતો નથી. ઓડિશા ટ્રેન દુર્ઘટના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, આ ઘટનામાં ભોગ બનનાર માટે આપણે 2 મિનિટનું મૌન રાખીએ. આપણે તેમની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી છે.


ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ભીષણ ટક્કરમાં અત્યાર સુધી 275 લોકોના મોત થયા છે. આ ઘટનાને સૌથી મોટી રેલ દુર્ઘટના માનવામાં આવી રહી છે. આ ઘટનામાં 900થી વધુ લોકો ઘાયલ થયા છે. ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે ત્રણ ટ્રેનો દુર્ઘટનાગ્રસ્ત બની હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 જૂને ઘટના સ્થળે પહોંચીને જાતે નિરિક્ષમ કર્યું હતું. બીજી બાજુ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ત્યાં કેમ્પ કરી રહ્યા છે.