બગોદરા વિરમગામ હાઇવ નજીક ત્રિપલ અકસ્માત, ઘટનાસ્થળે ત્રણના મોત

આ અકસ્માત પીકઅપ વાન અને બોલેરો કાર વચ્ચે થયો છે જેમાં ઘટના સ્થળ પર જ ત્રણ વ્યક્તિઓના મોત થયા છે.
ઉદય રંજન/અમદાવાદ: બગોદરા વિરમગામ હાઇવે ત્રિપલ અકસ્માતના અહેવાલ મળી રહ્યા છે. આ અકસ્માત પીકઅપ વાન અને બોલેરો કાર વચ્ચે થયો છે જેમાં ઘટના સ્થળ પર જ ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. વિરમગામ પાસે આવેલા હાંસલપુર ચાર રસ્તા પાસે આ અકસ્મતા થયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ પહોંચી ગઇ છે. અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.