તેજસ દવે/મહેસાણા: બહુચરાજી તાલુકામાં યુવાનો દ્વારા ગામની શોભા અને 24 સતત ઓક્સિજન આપતા વડનું દરેક ગામમાં વાવવાનું બીડું ઉઠાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહુચરાજી સ્થિત યુવા 72 પાટીદાર સમાજના 1000 યુવાનોએ ગામેગામ 5 વડ વાવવાનું બીડું ઝડપ્યું છે. આ અભિયાનમાં હાલમાં 1000 યુવાનો જોડાયા છે અને ગામે ગામ વડ વાવવાનું અભિયાન શરૂ કર્યું છે. હાલમાં બહુચરાજી તાલુકાના દરેક ગામોમાં 5 વડ વાવવાનું આયોજન શરૂ કર્યું છે જે પૂર્ણતા ના આરે પહોંચી ગયું છે. આ યુવાનો માત્ર વડ વાવી સંતોષ નહિ માની તેનું જતન કરવાની પણ નેમ લીધી છે. કોરોના કાળમાં આપણને ઓક્સિજનનું મહત્વ સમજાઈ ગયું છે ત્યારે ઓક્સિજન આપતા વૃક્ષો ઘટી રહ્યા છે. જેથી હવામાં ઓક્સિજન સામે પ્રદુષણ વધુ થઈ રહ્યું છે ત્યારે આ યુવા ટીમનું કામ બિરદાવવા લાયક ચોક્કસ થી ગણી શકાય.


હાલમાં આપણી ફાસ્ટ લાઈફમાં કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે, તેની સામે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. ત્યારે આ યુવા ટીમમાંથી શીખ લઈ પ્રકૃતિનું જતન કરવું ખૂબ જરૂરી થઈ રહ્યું છે.