અલકેશ રાવ/બનાસકાંઠા :રાજ્યમાં આ વર્ષે રેકોર્ડબ્રેક રીતે બાજરીનો વીસ કિલોનો ભાવ 400 થી 450 રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં 300 રૂપિયાની આસપાસ રહેતો બાજરીનો ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખાવી પણ પોસાય તેમ ન હોવાની સ્થિતિ સર્જાઇ છે. દુષ્કાળની સ્થિતિ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઉંડા જતા આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે.


ભરૂચમાં રણ બનેલી રેવા મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય-કેન્દ્ર સરકારને મોકલી નોટિસ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠામાં મોટાભાગે બાજરીનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે, પરંતુ બનાસકાંઠામાં ગત વર્ષે વરસાદ ઓછો થતા પાણીની ઘટ પડી હતી, અને જિલ્લાના ખેડૂતોએ બાજરીનું ઓછું વાવેતર કર્યું હતું. જેમાં બનાસકાંઠા કુલ ૧,૪૦,૫૦૦ હેકટરમાં જ બાજરીનું વાવેતર થયું હતું. જોકે પાણીની તંગીના કારણે ઓછું વાવેતર થતા બાજરીનું ઉત્પાદન ઓછું થયું અને બાજરીની બજારમાં માંગ વધતા બાજરીની કિંમતમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. જે બાજરી પહેલા 20 કિલોના 300 રૂપિયે વેચાતી હતી, તે હાલ 400 થી 450 સુધી વેચાઈ રહી છે. જેથી માર્કેટમાં બાજરી વેચવા આવનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે તેમને આજ પ્રમાણે ભાવ મળે અને ભાવમાં કોઈ ઘટાડો ન થાય.


Video : જંગલના રાજાની હાલત કૂતરાની જેમ કરી નાંખી, બેખોફ બની ગયેલા લોકોએ સિંહને બાઈક પાછળ દોડાવ્યો


આ વિશે ખેડૂત સીરાજહુસૈન મોરિયા કહે છે કે, બનાસકાંઠામાં આ વખતે બાજરીની વાવેતર ઓછું થતા હાલ બાજરીના ભાવ વધી ગયા હોવાથી અમે ખુશ છીએ અમને આજ ભાવ મળે તેવી આશા રાખીએ છીએ. તો અન્ય ખેડૂત સરદારભાઈ ઘોયાએ જણાવ્યું કે, બનાસકાંઠામાં આજથી સાત-આઠ વર્ષ પહેલા બાજરી વાવેતર વધુ હતું, જે હવે ક્રમશ ઘટ્યું છે. તો વળી વિવિધ કારણોસર બાજરીનો વાવેતર વિસ્તાર 75 ટકા સુધીનો ઘટી જતા બાજરીનું ઉત્પાદન ઘટતા ભાવ વધી રહ્યા હોવાનું ડીસા ખેતીવાડી ઉત્ત્પન્ન બજાર સમિતિ માની રહી છે.  


ગુજરાતની વાસ્તવિકતા, કાળઝાળ તડકામાં ટેન્કરની રાહ જોવામાં જ ઉનાળો પસાર થઈ જાય છે 


ડીસા માર્કેટ યાર્ડના અમરતભાઈ જોશી કહે છે કે, ડીસામાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે, પણ આ વર્ષે ઉત્પાદન ઓછું થતા માંગ અને પુરવઠા આધારિત બાજરીના ભાવ આ વખતે વધ્યા છે.
   
ઉલ્લેખનીય છે કે, બાજરીના ભાવ વધારા પાછળના વિવિધ કારણોમાં હવે શહેરી વિસ્તારોમાં પણ બાજરીનું ચલણ વધ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. બાજરીના વાવેતરમાં પાણી વધુ જોઇએ તેની સામે પાણીની અછત વચ્ચે ખેડૂતો માટે બાજરી પકવવી મુશ્કેલ બન્યું છે. ગુજરાતમાં પહેલા ચોમાસું બાજરી પણ વાવવામાં આવતી હતી, હવે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસું બાજરીનું વાવેતર ઘટી ગયું છે. ફક્ત ઉનાળું બાજરી જ થાય છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV