ગાંધીનગર: લોકસભા ચૂંટણીને લઇને 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે ગુજરાત લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પોતાના મતવિસ્તારથી અન્ય વિસ્તારોમાં ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ બેલેટ પેપરથી મતદાન કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કોંગ્રેસ પાસે માત્ર ‘અપશબ્દોની ડિક્શનરી’ છે અને તેનો બેફામ ઉપયોગ કરે છે: ભરત પંડ્યા


રાજ્યમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવોસ બાકી રહ્યા છે. તો આ સાથે ચૂંટણી પંચ તેમજ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા સંપૂણ પ્રકારે ચૂંટણીની તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પોતાના મતવિસ્તારથી અન્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ સુવિધાઓની સંપૂર્ણ તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે.


સુરત: દારૂના નશામાં કારે ત્રણ વ્યક્તિને લીધા અડફેટે, લોકોએ કર્યો પથ્થરમારો


પંચમહાલ લોકસભા બેઠક પર આજે સવારે 8 કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. પંચમહાલ લોકસભા વિસ્તાર લુણાવાડા અને બાલાસિનોરનું મતદાન અને દાહોદ લોકસભા વિસ્તાર સંતરામપુર વિસ્તારનું મતદાન લુણાવાડા ખાતે યોજાયું હતું. જેમાં લુણાવાડા-937, બાલાસિનોર-547 અને સંતરામપુર-946 મળી કુલ- 2430 પોલીસ કર્મીઓનું બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...