રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે સરકારે 31મી ડિસેમ્બરની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લા પોલીસે એક પણ જગ્યાએ પાર્ટી કરવાની મંજૂરી નથી આપી, ત્યારે વડોદરાના ઝોન 3ના ડીસીપી ડો. કરણરાજ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી પોલીસ બંદોબસ્ત અંગે માહિતી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય, 30 જિલ્લાના 1.90 લાખ ખેડૂતોને મળશે લાભ


વડોદરામાં 31 ડિસેમ્બરને લઈ પોલીસે તૈયારીઓ પૂરી કરી લીધી છે. પોલીસે નવા વર્ષની ઉજવણી માટે એક પણ પાર્ટીની મંજુરી નથી આપી. વડોદરાના ડીસીપી ઝોન 3 એ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે કોરોનાના કારણે પાર્ટી પ્લોટ કે હોટેલમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 31 મી ડિસેમ્બરે પોલીસ સાંજે 6 વાગ્યાથી સમગ્ર શહેરમાં બંદોબસ્તમાં ગોઠવાઈ જશે. શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ સાંજે 6 વાગ્યાથી વાહન ચેકીંગ કરશે.


આ પણ વાંચો:- રાજ્ય સરકારે કરફ્યૂમાં આપી રાહત, જાણો 4 મહાનગરોમાં સમયમાં કર્યો ફેરફાર


બ્રેથ એનેલાઈઝર મશીનથી વાહન ચાલકે નશો કર્યો છે કે કેમ તેની પણ તપાસ પોલીસ કરશે. વડોદરા પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમો પણ સમગ્ર શહેરમાં ફરી બંદોબસ્ત કરશે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખશે. આટલું જ નહિ હોટેલ અને પાર્ટી પ્લોટ પર પણ પોલીસ ચેકીંગ કરશે. સાથે જ સોસાયટીમાં કોમન પ્લોટમાં કે વાહન પાર્કિંગની જગ્યા પર લોકો ભેગા થઈ પાર્ટી કરશે કે ભેગા થશે તો પણ પોલીસ કાર્યવાહી કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube