Gujarat Tourism : ગુજરાતીઓને આ ફેમસ દરિયા કિનારે હવે માવો ખાઈને થૂંકવુ મોંઘું પડશે, થશે દંડ
Daman New Rule : દમણમાં ગંદકી ફેલાવનારાને થશે દંડ,,, દરિયા કિનારે પાનની પિચકારી મારનારને દમણ નગરપાલિકા દંડ કરશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરશે,,, દમણમાં મહારાષ્ટ્ર અને ગુજરાતથી સૌથી વધુ પર્યટકો ફરવા જાય છે
Gujarat Tourism નિલેશ જોશી/દમણ : રાજ્યના પડોશ માં આવેલા સંઘ પ્રદેશ દમણમાં હવે દરિયા કિનારે પાનમાં માવો કે ગુટખા ખાઈને થુકવું મોંઘું પડી શકે છે. દમણ નગરપાલિકા દ્વારા હવે દરિયા કિનારે પાન માવો ખાઈ થૂંકતા શોખીનોને મોટો દંડ ફટ કરી તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહીની પણ શરૂઆત કરી છે. આથી દમણના દરિયે માવા કે ગુટખા ખાઈને થુકનારા શોખીનોની હવે ખેર નથી.
દરિયા કિનારે થૂંકવું નહિ
રાજ્યના પડોશમાં આવેલો નાનકડો સંઘપ્રદેશ દમણ પર્યટન માટે દેશભરમાં જાણીતો છે. દમણના દરિયા કિનારે મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પર્યટકો આવી અને દરિયા કિનારા પર પરિવાર સાથે મોજ માણે છે. જો કે દમણના દરિયા કિનારે તંત્ર દ્વારા રાખવામાં આવતી સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે. આથી દમણનો દરિયો દુનિયાના અન્ય દેશોના દરિયા કિનારા ને પણ ટક્કર આપે તેવો રળિયામણો દેખાય છે. જોકે આવા રળિયામણા દરિયા કિનારે પણ બહારથી આવતા પર્યટકો પાન માવા કે ગુટકા ખાઈ અને થુંકી અને ગંદકી ફેલાવે છે. આથી હવે દમણ નગરપાલિકા દ્વારા દરિયા કિનારે પાન માવો કે ગુટખા ખાઈ થુંકતા શોખીનોને શબક શીખવવાનું નક્કી કર્યું છે. અને હવેથી દરિયા કિનારા પર થુંકનારાઓને દંડ ફટકારી અને તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહીની પણ શરૂઆત કરવામાં આવી છે.
PM મોદીનું સપનુ સાકાર થયું : પહેલી બુલેટ ટ્રેનનુ સ્ટેશન જાપાનને પણ પાછળ પાડે તેવું
દમણમાં જ્યા ત્યા પાન મસાલા ખાઈને નહિ થૂંકાય
દમણમાં પાન મસાલા ગુટખા અને તંબાકુ પર પ્રતિબંધ છે. તેમ છતાં બહારથી આવતા પર્યટકો તંબાકુ પાન માવા અને ગુટખા સાથે લાવી ચાવતા ચાવતા દરિયે ફરતા ફરતા જ્યાં ત્યાં થૂંકી અને ગંદકી ફેલાવે છે. આથી અન્ય પર્યટકોને પણ અરુચી આવે છે. ત્યારે હવેથી દમણનો દરિયો કિનારો સ્વચ્છ અને ચોખ્ખો રહે તે માટે નગરપાલિકા દ્વારા ગંદકી ફેલાવનારો વિરોધ કડક કાર્યવાહીની શરૂઆત કરી છે.
અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી : ડિસેમ્બરમાં એક નહિ, બે વાવાઝોડા આવશે
દરિયા કિનારે વોચ ગોઠવશે
મહત્વપૂર્ણ છે કે દમણ નાની દમણ અને મોટી દમણ સહિત જંપોરના દરિયા કિનારા સુધી વિશ્વ કક્ષાનો સી ફેસ રોડ અને નમો પથ બનાવવામાં આવ્યો છે. જેને જોઈ અને કોઈનું પણ મન મોહી જાય છે. આથી મોટી સંખ્યામાં લોકો દમણના દરિયે પરિવાર સાથે સમય ગાળવા આવે છે. જોકે ગુટકા અને મસાલાના શોખીનો દમણના દરિયા કિનારે થુકી અને તેની સુંદરતાને દાગ લગાવે છે. આથી હવે આવા પર્યટકોને જ શીખવવા નગરપાલિકાએ શનિ રવિ અને રજાના દિવસો દરમ્યાન નગરપાલિકાના કર્મચારીઓ દરિયા કિનારે વોચ ગોઠવશે. અને જે શોખીનો દરિયા કિનારે થૂકતા ઝડપાશે, તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. આથી સ્વચ્છતા માટે તંત્રની આ કડકાઈને અન્ય પર્યટકો પણ આવકારી રહ્યાં છે. સાથે સાથે પર્યટકોની એવી માંગ પણ છે કે આ ગુટકા ખાવા અને ખાઈને થૂંકે તેના પાસેથી દંડ લેવામાં આવશે તેની જાણકારીના બોર્ડ પણ પ્રશાસન દ્વારા લાગવવામાં આવશે. તેમજ લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરતા બોર્ડ લાગવા પણ ખૂબ જ જરૂરી છે જેથી કરી અહીં જે ફરવા આવતા પર્યટકોને જાણકારી મળી રહે.
અમદાવાદના પોશ વિસ્તારમાંથી ખુલ્લેઆમ બાઈકની ચોરી, પાર્કિગમાં મૂકેલી ગાડી ઉઠાવી ગયા
દમણમાં દારૂની છૂટ, પણ પાન ખાઈને પીચકારી મારવાની નહિ
સંઘ પ્રદેશ દમણમાં દારૂની છૂટ છે. આથી મોટી સંખ્યામાં ખાવા પીવાના શોખીનો અહી મોજ શોખ કરવા આવે છે. અગાઉ દમણના દરિયા કિનારે ખુલ્લેઆમ શોખીનો દારૂનું સેવન કરતા હોવાથી પરિવાર સાથે આવતા પર્યટકોને મુશ્કેલી સર્જાતી હતી. અને ગુનાનું પણ પ્રમાણ વધી રહ્યું હતું. આથી પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે ખુલ્લામાં દારૂ પીવાન પર પ્રતિબંધ મૂક્યો હતો.અને હવે દારૂની સાથે ગુટકા અને પાન મસાલા ખાવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અને જે શોખીનો નિયમોનો ભંગ કરશે તેમને દમણ નગરપાલિકા દ્વારા કાયદાનો પાઠ ભણાવવા માટે શરૂઆત પણ કરી છે. આથી દમણના દરેક કિનારે હવે પાન મસાલા કે ગુટખા ખાઈ અને થુંકવું મોંઘુ પડી શકે છે.
Animal ના ફેમસ Jamal Jamalo Kudu ગીતનો મતલબ મળી ગયો, 99 ટકા લોકો નથી જાણતા