ઝી બ્યુરો/દ્વારકા: દ્વારકા જિલ્લાની સમુદ્રી સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુ પર લોકોની અવર જવર પર રોક લગાવવામાં આવી. દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. સમુદ્ર તટથી 3 તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલા કુલ 24 ટાપુમાંથી માત્ર 2 ટાપુ પર જ માનવ વસાહત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: GPSC 2025નું કેલેન્ડર જાહેર


સમુદ્રના રસ્તે દેશવિરોધી પ્રવૃતિ ન થાય એટલા માટે તંત્રએ નિયંત્રણો મુક્યા.21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ધરે તે બાબત એ સુરક્ષા વ્યસ્થાને ધ્યાને લઈ કરાયું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. આમાંથી સાત જેટલા ટાપુઓ પર થોડા સમય પહેલા જ અનેક ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા હતા. 31 માર્ચ 2025 સુધી આ ટાપુઓ પર અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


ધોરણ 5માં ભણતા 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મૃત્યુ, અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો


દ્વારકાના જિલ્લાના આ 21 ટાપુઓ પર પ્રતિબંધ
જિલ્લામાં આવેલ ૨૧ ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભૈદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (૨૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (ર૧) કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ – ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૩૦/૦૧/૨૦૨૫થી તા.૩૦/૦૩/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.


મહાકુંભમાં નાસભાગ બાદ સામે આવી ઘટનાસ્થળની અનેક તસ્વીરો, જોઈને હચમચી જશો