Banas Honey Project : ગુજરાતે શ્વેત ક્રાંતિ કરી લીધી, હવે રાજ્ય સ્વીટ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં બનાસકાંઠાની ધરતી પર પધારીને મહેનતુ ખેડૂતોને શ્વેતક્રાંતિની સાથે મધ ઉત્પાદનના માધ્યમથી સ્વીટ ક્રાંતીના વાહક બનવા આહ્વાન કર્યું હતું. ત્યારે બનાસકાંઠાના ખેડૂતોએ આ આહવાનને ઝીલ્યું. આજે બનાસકાંઠાના ખેડૂતો સ્વીટ ક્રાંતિના વાહક બન્યા છે. ગુજરાત હવે મીઠો વિકાસ કરવા તરફ આગળ ધપી રહ્યું છે. જે ખેડૂત કેનમાં દૂધ ભરાવતા હતા, આજે એ મધ ભરાવતા થયા છે. કેનમાં દૂધ ભરાવીને શ્વેત ક્રાંતિ થઈ હતી, હવે મધ ભરાવીને સ્વીટ ક્રાંતિ કરાશે.  ખેડૂતોની આવક બમણી કરવાના ઉદેશ્ય સાથે બનાસ મધ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તેમજ ખેડૂતોને મધની ખેતી કરવા તાલીમ આપી અને મધની ખેતી કરવા માટે આર્થિક સહાય અને જરૂરી મદદ પણ કરી હતી. ત્યારે હવે આ મહેનત ફળી છે. બનાસકાંઠાના ખેડૂતો બનાસ ડેરી સાથે જોડાઈને આ પ્રોજેક્ટને સફળ બનાવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છે ને કે કાળા માથાનો માનવી ધારે તો શું ન કરી શકે. ત્યારે આજે બનાસ ડેરીના ખેડૂતો બનાસ મધ પ્રોજેક્ટમાં જોડાઈને મધની ખેતી કરે છે. આજે તેઓ આત્મનિર્ભર બન્યાં છે. બનાસ ડેરીએ અત્યાર સુધી 587 ખેડૂત પરિવારોને મધ ઉત્પાદનની તાલીમ આપી છે. કુલ 6609 મધ પેટી વહેંચી છે. 


Vadodara : સુખી સંપન્ન પરિવારના ફાઈનાન્સરે હોટલમાં રૂમ બૂક કરીને આપઘાત કર્યો


આ બાદ બનાસ ડેરી આખા જિલ્લામાંથી 85807 કિલો મધ ભેગું કર્યું છે. જ્યાં બનાસ ડેરીએ આવક કરી છે, ત્યા સામે ખેડૂતોએ પણ લાખોમાં કમાણી કરી છે. વર્ષ 2022-23ના વર્ષમાં આંકડો વધીને 507.67 લાખ પર પહોંચી ગયો છે. આને કહેવાય ખરી સ્વીટ ક્રાંતિ.


સ્વીટક્રાંતિ થકી ખેડૂતો-પશુપાલકોના કલ્યાણનો સંકલ્પ સાકાર થયો છે. ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા ચેરમેન શંકર ચૌધરી અંતર્ગત બનાસ મધ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેને ચારેતરફથી સારો પ્રોત્સાહન મળી રહ્યો છે. 


VIdeo : ધ્રૂસ્કેને ધ્રૂસ્કે રડતી અમદાવાદી ચાવાળીનો વીડિયો વાયરલ


હવે દૂધ ઉત્પાદનની જેમ મધ ઉત્પાદન પણ વધી રહ્યું છે. હાલમાં જ મધના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરીને ખેડૂતોને હવે 170 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવામાં આવે છે.