ઉપરવાસમા વરસાદથી બનાસ નદીનું લેવલ વધ્યું, કાંઠાના ગામોને એલર્ટ કરાયા
ઉપરવાસમાં ભારે વરસાદને લઇ બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. ગઈ કાલથી સતત બે કાંઠે વહી રહેલી બનાસ નદીમાં પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે, જેને કારણે બનાસ કાંઠે વસતા 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
અલ્કેશ રાવ/બનાસકાંઠા :ઉપરવાસમાં ભારે વરસાદને લઇ બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. ગઈ કાલથી સતત બે કાંઠે વહી રહેલી બનાસ નદીમાં પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે, જેને કારણે બનાસ કાંઠે વસતા 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
કાશ્મીર મુદ્દે વજુભાઈ વાળાએ કહ્યું, ‘હજુ અધૂરું કામ પત્યું છે, આખું પતાવવાનું બાકી છે’
બનાસ નદી બે કાંઠે વહેતી થઈ
બનાસ નદીમાં પાણી આવવાથી જિલ્લામાં પાણીના તળને મોટો ફાયદો થઈ શકે છે. જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં પાણી આવતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. પણ બીજી તરફ, ઉપરવાસમાં ભારે વરસાદને લઇ બનાસ નદીમાં પાણી આવતા એલર્ટ અપાયું છે. નદીમાં પાણીનું લેવલ વધી જવાથી કિનારાના તમામ ગામોને એલર્ટ કરાયા છે.
હવે રિવર રાફ્ટીંગ માટે ઉત્તરાખંડ જવુ નહિ પડે, ગુજરાતમાં શરૂ થઈ આ સુવિધા
આ ગામોને એલર્ટ કરાયા
બનાસ નદીમાં પાણીને પગલે અમીરગઢ, સરોત્રા, કાકવાડા, ઇબાલગઢ, કરજા, બલુન્દ્રા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ગામ લોકોને નદી તરફ ન જવા સૂચન કરાયું છે. ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને કારણે હજુ પણ બનાસ નદીમાં પાણી વધવાની સંભાવના છે. તેથી હજી પણ પાણીનું સ્તર વધી શકે છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :