Amreli News : અમરેલીના ધારાસભ્યનો લેટરકાંડ હવે પાટીદાર દીકરીના સન્માનનો મુદ્દો બની ગયો છે. પાટીદાર દીકરીના અપમાન મામલાનો વિરોધ હવે અમદાવાદ પહોંચી ગયો છે. અમદાવાદમાં યુથ કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો. અમરેલીમાં લેટરકાંડ મામલે રાજકારણ વધુ ગરમાયું છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મહિલા સન્માન મુદ્દે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે ભગવાન માથે રાખી વર્દીને શોભે તેવું કામ કરવું જોઈએ 
સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, અમરેલીમાં દીકરીનું સરઘસ કાઢ્યું તે મહિલા તરીકે દુખદ બાબત છે. અમરેલીની પોલીસે બૂટલેગરનું સરઘસ કાઢ્યું હોત તો અમે અભિનંદન આપત. રાજકીય આગેવાનોને વ્હાલા રાખવા મહિલાનું સરઘસ કાઢવું એ તમામનું અપમાન છે. અધિકારીઓ સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ. સાત પેઢીએ એમને મહિલાઓના સન્માન ને કોઈ લેવાદેવા નથી. ગુજરાત પોલીસ બધી ખોટું કામ નથી કરતી. અધિકારીઓને જગ્યાએ મૂકવા માટે કમિટમેન્ટ અપાય છે, શરતોને આધિન મુકવામાં આવે છે. પોલીસ ભગવાન માથે રાખી વર્દીને શોભે એવું કામ કરવું જોઈએ. 


વડનગરના શેઠની દીકરીની કહાની સાંભળીને રુંવાડા ઉભા થઈ જશે, 35 વર્ષ એક ઓરડીમાં કેદ રહી


ગુજરાતીઓને માટે મોટું એલર્ટ! જાન્યુઆરીની આ તારીખ નોંધી લો, વરસાદની છે આગાહી