બનાસકાંઠા : જિલ્લામાં કોટકા ભાખર ગામે આજે દૂધ દોહવાનાં મશીનથી કરંટ લાગવાના કારણે 11 ગાયોનાં મોત નિપજ્યાં છે. આ બનાવના કારણે બનાસડેરીના અધિકારી, પોલીસ તથા UGVCL ની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ આ કરંટના કારણે 11 ગાયોનાં મોત નિપજતાં પશુપાલકને 11 લાખ કરતા પણ વધારેનું નુકસાન થયું છે. આ અંગે તબેલાના માલિક રામસુંગ પટેલે જણાવ્યું કે, મારે ગાયોનો તબેલો છે. સવારે મશીનમાં ગાયો દોવાઇ રહી હતી. જો કે અચાનક 11 ગાયો પડી ગઇ હતી. ચેક કરતા તમામનાં મોત નિપજ્યાં હતા. જ્યારે ત્રણ ગાયો બચી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવનની એકલતાથી કંટાળેલા ઘરભંગ થયેલા વૃદ્ધોએ ફરી માંડ્યો સંસાર, રિસેપ્શનનું આયોજન

પશુપાલકનાં જણાવ્યા અનુસાર એક ગાયની સરેરાશ કિંમત સવાલાખ રૂપિયા છે. ઘટના અંગે માહિતી મળતા જ બનાસ ડેરી, સરકારી ડોક્ટર, UGVCL ના અધિકારીઓ પહોંચી ગયા હતા. આ ઉપરાંત જે કંપનીનાં દુધ દોહવાના મશીન હતા તેને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ પણ ઘટનાની માહિતી મળતા આવી પહોંચી હતી. જો કે દુધ દોહવાની કંપનીના ડીલરે મશીન ચેક કર્યું હતું. જેમાં બોડી શોટ હોવાનું તેમણે જણઆવ્યું હતું. આ બનાવ અંગે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પુશપાલક દ્વારા કરવામાં આવી હતી. 


PM મોદી કરશે ખેડૂતો સાથે મનની વાત, ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવ્યું ખાસ આયોજન

આ અંગે અધિકારી આર.એન મુઢે જણાવ્યું કે, દાંતીવાડા નાયબ ઇજનેરે 11 ગાયોનું મોત થયા અંગે જાણ કરવામાં આવી હતી. જેના પગલે અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ગાયોનાં મોત દુધ દોહવાના મશીનનાં કારણે થયું હોવાનું સામે આવ્યું છે. મશીનમાં શોર્ટ સર્કિટ થવાનાં કારણે આ તમામ ગાયોને કરંટ લાગ્યો હતો. આંચળમાં મશીન ફીટ હોવાનાં કારણે આ કરંટ સતત લાગતો રહ્યો હતો. જેના કારણે ગાયોનાં મોત નિપજ્યાં હતા. હાલ તો તબેલાના માલિક દ્વારા મશીન બનાવતી કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તૈયારી ચાલી રહી છે. જો કે તે માટે પશુના પીએમ થાય તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube