બનાસ ડેરીની લાખો પશુપાલકોને નવા વર્ષની અનોખી ભેટ : આ જાહેરાતથી ખેડૂતો રાજીના રેડ થઈ ગયા
Banas Dairy Big Announcement : બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને બનાસ ડેરીએ આપી મોટી ભેટ...પશુપાલકોને અપાશે 50 હજારની લિમિટ સાથેના ક્રેડિટ કાર્ડ...બિલ પર નહીં વસૂલવામાં આવે કોઈ વ્યાજ..
Banaskantha News બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના લાખો પશુ પાલકોને બનાસ ડેરીનએ નવા વર્ષની ભેટ આપી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અનોખી જાહેરાતથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. બનાસ ડેરીએ દૂધ ભરાવતા પોતાના પશુ પાલકોને ક્રેડિટ કાર્ડની જાહેરત કરી છે, એ પણ ઝી ટકાના વ્યાજ સાથે. નવા વર્ષે આવી ભેટ મેળવીને પશુપાલકો રાજીના રેડ થઈ ગયા. આ ક્રેડિટ કાર્ડ એટલુ ખાસ છે કે, ક્રેડિટ કાર્ડના બિલ પર કોઈ પ્રકાનું વ્યાજ વસૂલવામાં નહિ આવે.
15 જાન્યુઆરીએ અમિત શાહના હસ્તે અપાશે ક્રેડિટ કાર્ડ
બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે અનોખા ક્રેડિટ કાર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ ક્રેડિટ કાર્ડ રૂ. 50 હજારની લિમિટ સાથે 0% ના વ્યાજે આપવામાં આવશે. 15 જાન્યુઆરીથી પશુ પાલકોને ક્રેડિટ કાર્ડ વિતરણની શરૂઆત કરાશે. થરાદ તાલુકાના મલુપુર ખાતેના એક ધાર્મિક કાર્યક્રમમાં શંકર ચૌધરીએ આ જાહેરાત કરી હતી. 15 જાન્યુઆરીએ દિયોદરના સણાદર ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાનની અમિત શાહની ઉપસ્થિતમા ક્રેડિટ કાર્ડ વિતરણની કામગીરી કરાશે.
બનાસ ડેરી સતત પશુપાલકોના હિતમાં નિર્ણયો લેતી રહે છે. તાજેતરમાં જ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું કે, બનાસ ડેરીએ સહકારિતાનું ઉદાહરણ આપી અને લાખો પશુપાલકોની જાહેર સંમતિથી તમામ એજન્ડા બેઠકમાં પસાર કર્યા હતા. પશુપાલકોની ઉત્તરોઉત્તર પ્રગતિ થાય અને પશુપાલકોનું હિત જળવાઈ રહે તેવા બનાસ ડેરી પ્રયત્નો કરી રહી છે. વર્ષ 2015 થી બનાસ ડેરી સતત દૂધનો ભાવ વધારો આપતી રહી છે, ત્યારે આગામી સમયમાં પણ પશુપાલકોને બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ થકી વિવિધ કામો થકી પશુપાલકોને દૂધનો ભાવ વધારો મળી રહે તેવા પ્રયત્નો કરાશે બનાસ મેડિકલ કોલેજમાં પશુપાલકો ના 20 પેસા લેવામાં આવતા હતા. તે પણ હવે બંધ કરવામાં આવશે. મેડિકલ કોલેજમાં પશુપાલકોના સંતાનોની મેડિકલ ફી 50 ટકા લેવાય છે.
ગાંધીનગરમાં કામથી જવાના હોય તો સાવચજો, સરકારી ઓફિસના સમયમાં થયો છે ફેરફાર